ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે ઉમા બેંક આજે ગુજરાતમાં વટ વૃક્ષ બની ફેલાઈ રહી છે. પાટીદાર સમાજના પાંચેક સમાજ શ્રેષ્ઠિઓના પ્રયત્નથી શરૂ થયેલી ઉમા બેંકની આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં એક બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું છે. ઇફકોના ચેરમેન અને સહકારી નેતા શ્રી દિલીપભાઈ સાંગાણી એવમ્ વિશ્વ ઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના વરદ હસ્તે હિંમતનગર બ્રાન્ચનું ઉદ્ઘાટન થયું છે. આ કાર્યક્રમ અંગે વાત કરતા ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના પ્રમુખશ્રી ડી એન ગોલ જણાવે છે કે પાટીદાર સમાજના ઉભરતા યુવાનો માટે ઉમા બેંક ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. જ્યારે ભારત દેશ આત્મ નિર્ભરતા ની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે પાટીદાર સમાજનો યુવાન પણ એક નાનકડો ધંધો શરૂ કરી પોતાના પરિવારને અને પોતાના સમાજને આત્મનિર્ભર બનાવે તે સંકલ્પમાં ઉમા બેંક નાનામાં નાના પાટીદાર સમાજના પરિવારને અને યુવાનોને ઔદ્યોગિક લોન આપી તેના નવા સ્ટાર્ટઅપમાં મદદરૂપ થાય છે. અત્યાર સુધીમાં અમરેલી, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં ઉમા બેંકની બ્રાન્ચો ઉપલબ્ધ હતી. હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં પણ ઉમા બેંકની શાખા બનાવવામાં આવી છે. હું અપીલ કરું છું કે સાબરકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના યુવાનો પોતાના ધંધા રોજગાર અર્થે ઉમા બેંકની લોન લઈ પોતાના ઉદ્યોગને ખૂબ આગળ વધારે આ સાથે જ આપ સૌને જણાવતા ખુબ આનંદ થાય છે કે આજે ઉમા બેંકના ઉદ્ઘાટન સમયે જ 1000 થી વધારે સભાસદો હિંમતનગર બ્રાન્ચમાં બની રહ્યા છે આજે બનેલા સભાસદો આવનાર સમયમાં સમાજના યુવાનોને અને સમાજના ઉદ્યોગ સાહસિકોને ખૂબ જ મદદરૂપ થશે.