*કુમકુમ મંદિર ખાતે ૮૦મા ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી.*

*શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર.*

*કુમકુમ મંદિર ખાતે ૮૦મા ઐતિહાસિક દિનની ઉજવણી કરવામાં આવી.*

આ પ્રસંગે ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરવામાં આવી – સાધુ પ્રેમવત્સલદાસજી*

*શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૮૦ વર્ષ પૂર્ણ થયા. – સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

શ્રાવણ વદ પાંચમના રોજ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૮૦ વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત સત્સંગ સભા શાસ્ત્રી શ્રી
હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીની નિશ્રામાં આનંદધામ- હીરાપુર ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે ધૂન,કીર્તન,પારાયણ યોજાઈ હતી.

*કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, શ્રાવણ વદ પાંચમના રોજ ૮૦માં ઐતિહાસિક દિન વિશેની ડોક્યુમેન્ટરી પ્રકાશિત કરવામાં આવી હતી અને દેશ વિદેશના ભક્તો તેનો લાભ લઈ શકે તે માટે સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર ને પ્રસાર માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા શ્રાવણ સુદ – પાંચમ – સંવત્‌ ૧૯૯૯ (તા.ર૦ – ૮ – ૧૯૪૩)ના રોજ એટલે કે, ૮૦ વર્ષ પૂર્વે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને મણિનગર પધાર્યા હતા ત્યારે મણિનગરમાં વેરાન જગ્યામાં માત્ર ઓરડી જ હતી… આ જગ્યા ઉપર કારણ સત્સંગના પાયા નાંખવા માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ કમર કસી હતી. એ સમયે કોઈ સુવિધા ન હતી. ભગવાનના થાળ બનાવવા માટે વાસણ પણ ન હતા. અરે ? રસોઈ કરવા માટે કોલસાના કોથળામાં શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ હાથ નાંખ્યો તો વિંછી હાથમાં આવ્યા વિંછી! તે પણ એક બે નહીં,પણ વીંછીની લાઈન ચાલી હતી. રસોઈ માટે વાસણ પણ ન હતા, તેથી કેરોસીનનો ડબ્બો કાપ્યો અને ખીચડી બનાવી અને ભગવાનને થાળ ધરાવ્યો હતો અને સત્સંગના પાયા નાંખ્યા હતા. ત્યારબાદ તેમની આ મહેનત ના ફળ સ્વરૂપે તો હાલ, લંડન, અમેરીકા, આદિ અનેક સ્થળોએ સત્સંગીઓ બન્યા છે, અને તેઓ ભારતીય સંસ્કારોને સાચવ્યા છે.તો આપણી સૌની ફરજ બને છે કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જે આપણા ઉપર ઉપકારો છે, તેને આજે યાદ કરવા જોઈએ અને તેમણે જે નિયમ ધર્મ આપેલા છે તે પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો. ૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *