દેવ,ગુરુ,શાસ્ત્ર,વેદવાક્ય પર ભરોસો એ વટવૃક્ષ છે. જે નામ બોલવાથી,સાંભળવાથી આરામ મળે એ બધા જ નામ રામ છે. સત્ય અને સમર્પણ-ત્યાગ વગર બધા યજ્ઞો અધૂરા છે.

 

ઓશો તપોવન કાઠમંડુથી પ્રવાહિત રામકથાના આઠમા દિવસે બાપુએ કહ્યું:

પરમરમ્ય ગિરિવર કૈલાસી;

સદા જહાં સિવ ઉમા નિવાસી.

આ કૈલાસના શિખર માત્ર રમ્ય નથી,પરમ રમ્ય છે. જ્યાં સદા સર્વદા શિવ અને ઉમા નિવાસ કરે છે. સાથે-સાથે સિદ્ધો,તપોધન,યોગી,સુર-દેવતાઓ,કિન્નર મુનિગણો પણ રહે છે અને માત્ર શિવની સેવા કરે છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું,સારી સૃષ્ટિને શિવરૂપ દેખું.

ત્યાં ગંગા છે.બિલ્લીપત્ર પણ હશે.કૈલાશમાં વટવૃક્ષ છે.માનસમાં પાંચ જગ્યાએ વટવૃક્ષ છે:બાલકાંડમાં સાધુ સમાજરૂપી જંગમ પ્રયાગ છે.જ્યાં ગંગા,યમુના, સરસ્વતી અને એક અક્ષયવટ વિશ્વાસનું.વિશ્વાસનું વટ.વૃક્ષ છે.વિશ્વાસની પરિભાષા શું?ઘણા લોકોએ વિશ્વાસની નિંદા કરી છે,તેઓએ શંકરાચાર્યના ચરણોમાં જઈ અને શીખવું જોઈએ.દેવ,ગુરુ,શાસ્ત્ર, વેદવાક્ય પર ભરોસો એ વટવૃક્ષ છે.એ જ ભરોસો છે.બીજું વેદવિદિત વટવૃક્ષ કૈલાશમાં.ત્રીજું વટવૃક્ષ ચિત્રકૂટમાં છે એક વટવૃક્ષ નીલગીરી પર્વત ઉપર જ્યાં બાબા કાગભુશુંડિ નિરંતર રામકથા ગાય છે. આવા હિમાલયની ગોદમાં ઓશો કહે છે સંન્યાસ મૃત્યુ છે. દ્વારિકાની શિબિરમાં ઓશો એ કહેલું:મૈં મૃત્યુ સિખાતા-હું મૃત્યુ શીખવાડું છું.

શત્રુઘ્નએ મંથરાને લાત મારી. કયા અંગ ઉપર?મંથરાને ક્યાં લાગેલું?આમ તો એ એક કુબડી હતી એટલે એનું અંગ તૂટ્યું,મુખમાં રુધિરની ધારા નીકળી ઈર્ષા વાળી વૃત્તિ પર લાત મારવામાં આવી છે.

આપણે ત્યાં સાત મોક્ષ નગરી છે એ જ રીતે સાત પ્રેમનગરી વૃંદાવન,ચિત્રકૂટ વગેરે પણ ગણાવી શકાય. કથાના પ્રવાહમાં નામકરણ સંસ્કાર કરતા વિશ્વામિત્ર કહે છે જે સમગ્ર વિશ્વને આરામ,વિરામ,વિશ્રામ આપશે એવા અભિરામનું નામ રામ છે.જે કોઈપણ રીતે વિશ્રામ આપે.વચનથી,આદેશથી,નજરથી બુદ્ધપુરુષ સામે જોઈ અને બધા જ સંતાપ મટી જાય.બધી જ વૃત્તિ છીનવી લે.કંઈક કહે અને આરામ મળે એ રામ છે.જે નામ બોલવાથી, સાંભળવાથી આરામ મળે એ બધા જ નામ રામ છે.જે વિશ્વનું ભરણપોષણ કરે છે એનું નામ ભરત રાખવામાં આવ્યું.જે શોષણ નથી કરતા.મન,વચન અને કર્મથી પુષ્ટ કરે છે એ ભરત છે. ચારે ભાઈઓના નામકરણ પછી વશિષ્ઠ દશરથને કહે છે કે રાજન! આ તારા ચારેય પુત્રો વેદના સૂત્ર છે થોડા સમયમાં તમામ વિદ્યાઓ ગ્રહણ કરી વિદ્યા સંસ્કાર મળ્યા.

પ્રાતઃકાલ ઉઠહિ રઘુનાથા;

માત પિતા ગુરુ નાવહિ માથા.

આ સંસ્કારો એ માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ:ના સંસ્કાર મેળવે છે.વિશ્વામિત્ર પાસે છ વસ્તુ છે:શાસ્ત્ર, શસ્ત્ર,સાધન,સાધના,સૂત્ર અને મંત્ર.આમ છતાં પણ એનો યજ્ઞ પૂરો થતો નથી.સાધકના જીવનનો યજ્ઞ રામ અને લક્ષ્મણ વગર અધુરો છે. રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે સમર્પણ અને ત્યાગ.એ વગરના તમામ યજ્ઞ અધૂરા રહે છે.

સંક્ષિપ્તમાં બાલકાંડનાં અહલ્યા ઉધ્ધાર,રામવિવાહ બાદ ગુરુ વિશ્વામિત્રની અયોધ્યાથી વિદાયનો પ્રસંગ બધાનાં નેત્રોને સજળ કરી ગયો.આવતિકાલે આ રામકથાની પૂર્ણાહૂતિ છે.

અમૃતબિંદુઓ:

સત્ય અને સમર્પણ-ત્યાગ વગર બધા યજ્ઞો અધૂરા છે.

મંથરા હોવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.

મંથરા એવી વૃતિ છે જે બીજાનું ઉત્કર્ષ જોઈ શકતી નથી.

રામરૂપી સત્ય,લક્ષ્મણરૂપી સમર્પણ-ત્યાગ વગર સાધકનો જીવનયજ્ઞ અધૂરો રહે છે.

જે પોષણ કરે છે,જીવનને ભરે છે એ ભરત છે.

જેને જોઇ તમામ વૈરવૃત્તિનો નાશ થાય એ શત્રુઘ્ન છે.

જે જીવનનો આ

ધાર છે એ લક્ષ્મણ છે.

 

11 thoughts on “દેવ,ગુરુ,શાસ્ત્ર,વેદવાક્ય પર ભરોસો એ વટવૃક્ષ છે. જે નામ બોલવાથી,સાંભળવાથી આરામ મળે એ બધા જ નામ રામ છે. સત્ય અને સમર્પણ-ત્યાગ વગર બધા યજ્ઞો અધૂરા છે.

  1. Pingback: dultogel gacor
  2. Pingback: lottorich28
  3. Pingback: zbet911
  4. Pingback: Bilad Rafidain

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *