પૂજ્ય મોરારી બાપૂએ સોલર મીશનના સફળ લોંચ ઉપર ઇસરોના વિજ્ઞાનીઓને અભિદનંદન આપ્યાં

 

 

કાઠમાંડુઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક લીડર અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) અને વૈજ્ઞાનિક સમુદાયને આદિત્ય એલ1ના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. સૂર્યનું બીજું નામ આદિત્ય પણ છે.

 

 

શ્રીહરિકોટા ખાતેથી સવારે 11.50 કલાકે સફળ પ્રક્ષેપણની થોડી મીનીટોમાં જ પૂજ્ય બાપૂએ નેપાળની રાજધાની કાઠમાંડુમાં તેમની રામકથા દરમિયાન આ મહત્વપૂર્ણ સિદ્ધિ વિશે વાત કરી હતી.

 

આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, ચાલો આપણે સૌ ભેગા મળીને ઇસરોના ચેરમેન એસ સોમનાથ. તેમની ટીમ અને સમગ્ર દેશને આદિત્ય એલ1 મીશનના સફળ લોંચ બદલ અભિનંદન પાઠવીએ. આ સિદ્ધિ હનુમાનજીની છલાંગને સમાન છે કારણકે ભગવાન હનુમાનજીએ સૌથી પહેલાં સૂર્ય તરફ છલાંગ લગાવી હતી.આ મીશનની સફળતા માટે આપણે ભગવાન હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.

 

પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, ભારતના ચંદ્રયાન-2 મીશનની સફળતા સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સ્પેસક્રાફ્ટનું સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બન્યો છે અને તેના થોડાં જ દિવસોમાં સોલર મીશન પણ લોંચ કરાયું છે.

 

તેમણે ઉમેર્યું હતું કે, ચંદ્રયાન-3 મીશન ફોટોગ્રાફ મોકલી રહ્યું છે અને બીજા પ્રયોગો પણ કરી રહ્યું છે.

 

આદિત્ય એલ1 સ્પેસક્રાફ્ટ ચાર મહિનાની સફરમાં આશરે 15 લાખ કિમીનો પ્રવાસ કરશે અને સૂર્યની ફરતે નિયત ભ્રમણકક્ષામાં પ્રવેશશે. એલ1 એટલે જ્યાં ગુરુત્વાકર્ષણના બળને સંતુલિત કરવાને કારણે પદાર્થો સ્થિર રહે. સ્પેસક્રાફ્ટ ભારતનું પ્રથમ સોલર ઓબ્ઝર્વેટરી છે, જે સૌર પ્રવૃત્તિ અને પૃથ્વી,, બીજા ગ્રાહકો તથા અવકાશમાં હવામાનની અસરોનો અભ્યાસ કરશે. આ મીશન સાથે વિજ્ઞાનીઓ ભ્રમણકક્ષામાં રહેલા હજારો ઉપગ્રહો ઉપર સૌર કિરણોત્સર્ગની અસરો વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરશે.

 

આ મીશનથી પ્રાપ્ત ડેટાથી લાંબાગાળે પૃથ્વીના આબોહવા પેટર્ન ઉપર સૂર્યની અસરો તથા સૌર પવનની ઉત્પત્તિ, સૂર્યમાંથી સૂર્યમંડળમાં વહેતા કણોના પ્રવાહને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. ભારતના વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જમીન પર ટેલિસ્કોપ દ્વારા સૂર્યનું અવલોકન કર્યું છે અને યુએસ, યુરોપ, યુકે અને જાપાન દ્વારા શરૂ કરાયેલા સૌર મિશનના ડેટા પર આધાર રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *