લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 બી3 દ્વારા 4 ઓગસ્ટે નશા મુક્તિ ડ્રગ અવેરનેસ મિશનનો ઉદઘાટન સમારોહ યોજાશે

 

 

: ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયાએ અભિયાન ઉઠાવ્યું, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરશે ઉદઘાટન

 

લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ વિશ્વની અગ્રગણ્ય સેવાકીય સંસ્થા છે. જેના અનેક સેવાકીય અને સમાજને પ્રેરણા આપતા કાર્યો એક મિશાલ સમાન છે. ત્યારે આ કાર્યને આગળ વધારતા આ વર્ષે લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 બી3ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુનિલ ગુગલીયાએ એક અભિયાન ઉઠાવ્યું છે “વ્યસન મુક્તિ અભિયાન ડ્રગ અવેરનેસ મિશન” આ અભિયાનનો ઉદ્ઘાટન સમારોહ સોમવાર 4 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10.00 વાગ્યે ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી એવા શ્રી ઋષિકેશભાઈ પટેલ ગેલેક્સી ઓફ ગેસ્ટ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. તથા ચીફ ગેસ્ટ શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયાની રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી તથા શ્રી ઇનોગ્યુરેટર તરીકે રશિકભાઈ તથા શ્રી કિરીટ સોલંકી, એમ.પી. ની ઉપસ્થિતિ રહેશે. તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી પ્રવિણ છાજેડ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર લાયન્સ ઈન્ટરનેશનલ, શ્રી પીબી પંડ્યા આઈએએસ, ડાયરેક્ટર હાયર એજ્યુકેશન ગુજરાત તથા શ્રી બંછીનિધી પાની, આઈએએસ, કમિશન ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત તથા શ્રી વિજય કોઠારી, આઈએએએસ, એકાઉન્ટન્ટ જનરલ તથા શ્રી પીકે લહેરી, ફોર્મર ચીફ સેક્રેટરી, ગુજરાત ગવર્મેન્ટ સહીતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે તથા પ્રોગ્રામ કોઓર્ડીનેટર નંદિની રાવલ રહેશે.

 

ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી સુનિલ ગુગલીયા કે જેમને આ અભિયાન ઉઠાવ્યું છે તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે, લાયન્સ ક્લબ દ્વારા અનેક સમાજ ઉપયોગી કાર્યો થતા આવ્યા છે. લગભગ 14 લાખથી પણ વધુ લાયન મિત્રો સેવાકીય કર્યો કરી રહ્યા છે. ગુજરાતમાં લગભગ 17 હજારથી પણ વધુ લાયન મિત્રો સેવાકીય કાર્યમાં કાર્યરત છે. લાયન્સ ક્લબ દ્વારા નેત્ર ચિકિત્સા, ડાયાબિટીસ અવેરનેસ, કેન્સર અવેરનેસ, પર્યાવરણની જાળવણી જેવા વિવિધ સેવાકીય કર્યો કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ડિસ્ટ્રિક્ટ 3232 બી3 દ્વારા એક અભિયાન ઉઠાવ્યું છે “”વ્યસન મુક્તિ અભિયાન ડ્રગ અવેરનેસ મિશન”, આ અભિયાન થકી અમારું લક્ષ્ય છે કે, અમારા લાયન મિત્રો લગભગ 10 લાખ બાળકોને આ અભિયાન હેઠળ શપથ લેવડાવશે આ સાથે તેની અવેરનેસ ફેલા

વીશું.

5 thoughts on “લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232 બી3 દ્વારા 4 ઓગસ્ટે નશા મુક્તિ ડ્રગ અવેરનેસ મિશનનો ઉદઘાટન સમારોહ યોજાશે

  1. Pingback: Saba sport
  2. Pingback: dk7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *