હાઈકુ – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

હાઈકુમાં પ્રથમ પંક્તિમાં
પાંચ અક્ષરો.
પછીની પંક્તિ સાત અક્ષરો
પછી ફરીથી છેલ્લી પંક્તિમાં પાંચ અક્ષરો હોય છે.
પાણી નાં પર્યાય
સંબંધીત હાઈકુ :-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

ગજ પાણી માં
હરિ હરિ પુકાર
ગજેંદ્ર મોક્ષ.(૧)

પાણી નાં ટિપાં
ટપ ટપ વરસે
મન તરસે. (૨)

ઝાકળ બિંદુ
મોતી જેમ ચમકે
પરોઢ થઈ. (૩)

જલ બિંદુ થી
અસલી મોતી બને
સ્વાતિનક્ષત્ર (૪)

ડૉક્ટરી વિદ્યા
પૈસા નાં પાણી, પછી
પાણી નાં પૈસા. (૫)

નિર્જળા વ્રત
ભીમ અગિયારસ
આસો મહિનો(૬)

દુનિયા ફાની
જલકમલવત
ક્ષણભંગુર (૭)

વધુ લે પાણી
ભેંસ, ભાજી, બ્રાહ્મણ
છે કહેવત. (૮)

પાણી નો રંગ
જે રંગમાં ઘોળીએ
એ રંગે પાણી (૯)

ધરા તરસી
વર્ષા ની જલધારા
ધરતી તૃપ્ત (૧૦)

ગંગાજમૂના
હિમાલય નદીઓ
પાણી સદાય.
(૧૧)

ગર્ભજળ છે
પોષક સંરક્ષક
ગર્ભસ્થ શિશુ (૧૨)

આંખો નું પાણી
આંસુ સંવેદના નાં
મન સ્વચ્છ (૧૩)

મૃગજળએ
ખોટું દેખાતું પાણી
મૃગતૃષ્ણા છે.
(૧૪)

ઊંટ ને કહે
રેતી નું જહાજ
સંગ્રહે પાણી. (૧૫)

વ્હેલ માછલી
જલચર જરુર
પ્રાણી સસ્તન(૧૬)

ઉંડા પાણીમાં
મઝધાર જીવન
હે ભગવાન!!!
(૧૭)

પાણી રંગીન
દુનિયા ગમગીન
દારૂ ખરાબ (૧૮)

કમળફૂલ
પાણી માં ઉગે સારુ
રાષ્ટ્રીય ફૂલ(૧૯)

પરવાળાઓ
સમૂહ માં પાણી માં
સુંદર માળા(૨૦)

ક્રુઝ જહાજ
પાણી માં પ્રવાસ
સુંદર દ્રશ્ય (૨૧)

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *