એવરેસ્ટ સ્પર્ધાનું શિખર છે,કૈલાશ શ્રદ્ધાનું શિખર છે.
રામચરિતમાનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે.
આઠમા દિવસની કથા ગઈકાલે ભગવાન વેદવ્યાસનું ખટદર્શન(ષટદર્શન)જેમાં સ્વદર્શન અને દર્પણદર્શનમાં શું ફરક છે?બાપુએ કહ્યું કે દર્પણદર્શનનો મતલબ છાંયાદર્શન પણ કરી શકીએ.બિંબ નહીં પણ પ્રતિબિંબ.જેમ ખલીલ જિબ્રાને શિયાળ પોતાનો પડછાયો જોઇને જે ચિંતન કરે છે એ વાર્તા કહેલી છે.
માનસમાં એક કૈલાશ વિશ્વવિદ્યાલય છે,એક અયોધ્યા વિશ્વવિદ્યાલય,મિથિલા,તીર્થરાજ પ્રયાગ, વાલ્મિકી આશ્રમ,ચિત્રકૂટ,પંચવટી,લંકા અને નીલગીરી વિશ્વવિદ્યાલય છે.કૈલાશ શું છે?મહત્વની જે-જે ઘટનાઓ ઘટી છે એનું રહસ્ય ગુરુકૃપાથી કૈલાશમાં ખુલે છે. .ત્યારે પૃથ્વી રાવણ વગેરેથી ત્રસ્ત થઈ ગાયનું રૂપ લઈને જાય છે.બાપુએ કહ્યું કે કૈલાશ અનટચ છે એવરેસ્ટ સ્પર્ધાનું શિખર છે,કૈલાશ શ્રદ્ધાનું શિખર છે. એ વખતે તુલસીજી છંદ લખે છે:
સુરમુનિ ગંધર્વા મિલિ સર્વા,ગયે બીરંચિ કે લોકા;
સંગ ગોતનુ ધારિ ભૂમિ બિચારી, પરમ બિકલ ભયે સોકા.
જ્યારે આપણે વિકલ હોઈએ છીએ ડામાડોળ હોઇએ છીએ,ભય અને શોકથી ગ્રસિત થઈએ છીએ ત્યારે કોઈ નિર્ણય લઈ શકતા નથી, બધા બ્રહ્મલોક ગયા.બ્રહ્મલોક એ જ સત્યલોક છે. કૈલાશ પ્રેમલોક છે પૃથ્વી કરુણાલોક છે.સત્ય તો નિર્ણાયક હોય છે પરંતુ ભયભીત ચિત્ લઈને જાય તો સત્ય પણ નિર્ણય કરી શકતું નથી.તો ભગવાન પ્રેમથી મળે છે એવો નિર્ણય ક્યાં થયો?આ સમાધાન કૈલાશ વાળો શોધે છે.તે કહે છે:
હરિ બ્યાપક સર્વત્ર સમાના;
પ્રેમ તે પ્રગટ હોહિ મેં જાના.
પાર્વતીએ કૈલાશ પર અનેક પ્રશ્નો પૂછ્યા જેનો જવાબ કૈલાશથી જ મળે છે.કૈલાશમાં ઘણાય ક્લાસ ચાલી રહ્યા છે.નીચે ઉતરીએ,પૃથ્વીનો કરુણા લોક;એમાં અયોધ્યા વિશ્વવિદ્યાલય જેના કુલપતિ ભગવાન વશિષ્ઠ અને વીઝીટીંગ પ્રોફેસર છે મહર્ષિ વિશ્વામિત્ર.વશિષ્ઠએ ગર્ભખંડ પર કામ કર્યું.અન્ય ગ્રંથો કહે છે દશરથને સાતસો રાણીઓ- એમાં ત્રણ મુખ્ય હતી,પણ સંતાન ન હતું. બ્રહ્મને ગર્ભમાં અવતારવાનું કામ વશિષ્ઠ કરે છે.વિશ્વામિત્ર આવ્યા ત્યારે કર્મખંડનું કામ શરૂ થયું. રામચરિતમાનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે. મિથિલા વેદાંતની વિશ્વવિદ્યાલય છે.નામ અને રૂપને મિથ્યા સમજનાર એમાં નિવાસ કરે છે.અહીં પુરુષાર્થ અને પ્રારબ્ધ-એક વશિષ્ઠ એક વિશ્વામિત્ર, જનક અને અયોધ્યા બંનેને જોડવાનો સેતુ રામ બને છે. વિશ્વવિદ્યાલયોના મહામહિમો વચ્ચે વૈચારિક ટકરાવ હોય છે ત્યાં વિદ્યાદેવી શરમાય છે. તીરથરાજ પડાવ ત્યાં બે વાત થાય છે:માગણી અને માર્ગદર્શન. ચિત્રકૂટની અચલ યુનિવર્સિટી,પંચવટી યુનિવર્સિટીમાં રામગીતાનું વર્ણન છે.કિષ્કિંધા મૈત્રીની યુનિવર્સિટી છે અને અંતે નીલગિરિ યુનિવર્સિટીમાં સાત પ્રશ્નો છે.એ પછી સંક્ષિપ્તમાં રામચરિત માનસના અન્ય પ્રસંગોનું ગાન કરવામાં આવ્યું.આવતિકાલે રામકથાની પૂર્ણાહૂતિ છે.
અમૃત બિંદુઓ:
ક્યારેક આપણને આપણા પ્રતિબિંબમાં વધારે પ્રમાણિત સમજતા હોઈએ છીએ,પણ બિંબ કંઈક અલગ જ વાત છે.
મોટાભાગની ઘટનાઓ કૈલાશમાં ઘટી છે એ રામરહસ્ય છે.
ડામાડોળ ચિત ક્યારેય નિર્ણાયક હોતું નથી.
ભયભીત ચિત્ નિર્ણાયક હોતું નથી.
શોકગ્રસ્ત ચિત નિર્ણય આપી શકતું નથી.
અયોધ્યા વિશ્વવિદ્યાલયમાં પાંચ ખંડ:ગર્ભખંડ, વર્ગખંડ,કર્મખંડ,ધર્મખંડ અને અધ્યાત્મખંડ છે.