નર્મદામાં નરેન્દ્રમોદી વિકાસ મિશન, નર્મદા દ્વારા ચલો ગાંવકી ઓર વિકાસની પહેલ

નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદા દ્વારા ગ્રામીણ વિકાસ કૃષિ સંમેલન અને નિમણુંકપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

નર્મદામાં નરેન્દ્રમોદી વિકાસ મિશન, નર્મદા દ્વારા ચલો ગાંવકી ઓર વિકાસની પહેલ

વધુ સમાચાર જોવા માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

હિમોગ્લોબિનના ટેસ્ટ કરવા માટેના 400 જેટલા મશીનોતેમજ નર્મદામાં સિકલસેલનો ટેસ્ટ કરવા માટેના મશીનોનો લાભ ગામડાનાં લોકોને મળે તે માટેનાં પ્રયાસો શરૂ

નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ફાળવેલી 22 જેટલી ઈ બાઈક કેમ દોડતી થાય તે માટેનાં સંનિષ્ઠ પ્રયાસો..

પ્રદેશ અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી
અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી પરાવિમર્ષ કર્યો.

રાજપીપલા :12

નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદા દ્વારા કૃષિવિકાસ કેન્દ્ર ડેડીયાપાડા ખાતે ગ્રામીણ વિકાસ કૃષિ સંમેલન અને
નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદાની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાંનરેન્દ્રમોદી વિકાસ મિશન ગુજરાતનાં
પ્રદેશ પ્રમુખ રામસીભાઈ કરંગીયા, પ્રદેશ ઉપપ્રમુખ દુલાભાઇ રામ,પ્રદેશ મહામન્ત્રી લક્ષ્મણ મારૂ,તથા સુરત શહેર પ્રમુખ પિન્ટુ બોરિયા, તથા સુરત શહેર મહામંત્રી નીતિન પટેલ,તથા પૂર્વ વનમંત્રી અનેરાષ્ટ્રીય આદિજાતિ મોર્ચા કાર્યકારીણીનાં કારોબારી સદસ્ય મોતીભાઈ વસાવા
તથાગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચા, ગુજરાતનાં ઉપપ્રમુખ
શંકરભાઈ વસાવાની ખાસ ઉપસ્થિતિમાં
નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદાનાં કારોબારી સદસ્યોને
નિમણુંકપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયોહતો.જેને મહાનુભવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો

આ પ્રસંગે નરેન્દ્રમોદી વિકાસ મિશનનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રામસીભાઈ કરંગીયાએ ગુજરાતમાં નરેન્દ્રમોદી વિકાસ મિશનનાં કાર્યક્ષેત્ર વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ગામડાઓમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળે તે તરફ કામ કરવા અનુરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે
ગ્રામ્યવિસ્તારોમાં સરકારની યોજનાનો લાભ મળવામાં જ્યાં અડચણ આવે છે,કે અધિકારીઓ તરફથી કે કોઈ ટેક્નિકલ મુદ્દાને કારણે લાભ ન મળતાં હોય તો એ મુશ્કેલી દૂર કરવાનું કામ પણ આ મિશન કરશે. તેમણે ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને તેની સાથે આરોગ્યની સુવિધાઓ ગામડાના લોકોને મળે એના ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
ખાસ કરીને તેમણે નર્મદા જિલ્લામાં સિકલ સેલ એનીમિયાની ખામીઓ વધુ હોઈ તેને દૂર કરવા અને આરોગ્યની સુવિધા વધારવા ઉપર પણ ભાર મૂક્યો હતો

એ ઉપરાંત નર્મદામાં હિમોગ્લોબિન ના ટેસ્ટ કરવા માટેના 400 જેટલા મશીનો નર્મદામાં સરકારે આપ્યા છે પણ તે હજુ સુધી કાર્યરત કેમ થયા નથી તેની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. તે ઉપરાંત સિકલસેલનો ટેસ્ટ કરવા માટેના મશીનોમાટે પણ ટેન્ડરિંગ થયું છે પણ એ કામગીરીમાં પણ વેગ આવેતો દર્દીઓને લાભ મળી શકે તેમ જણાવી એ કામગીરીને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં 22 જેટલી ઈ- બાઈક માટે 22 લાખ રૂપિયા સીએસઆરમાંથી ફંડ આપી છે.નર્મદાના ડુંગરા વિસ્તારમાં નર્સ બહેનોને ગામડાઓ જવું હોય તો એ ઈ- બાઈક લઈને જઈ શકે. પણ હજીસુધી તેના ટેન્ડરીગ કે ખરીદી થઈ શકી ન હોવાથી આ બાઈકનો લાભ નર્મદાને કેમ મળતો નથી તે અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. નર્મદામાં એ ઈ- બાઈક હજુ દોડતી થઈ નથી.આ પ્રશ્નો માટે નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ પણ શરૂ કર્યો હોવાનું જણાવ્યું હતું.આ પ્રશ્નો હલ કરવા પ્રદેશ અધ્યક્ષ રામસીભાઈ કરંગીયા અને જિલ્લા અધ્યક્ષ દીપકજગતાપે જિલ્લા વિકાસ અધિકારી,નિવાસી કલેક્ટર અને આયોજન અધિકારીને રૂબરૂ મુલાકાત લઈ આ અંગે ચર્ચા વિમર્શ પણ કર્યા હતાં.આ પ્રશ્નો અંગે પ્રદેશ અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરીઅધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી

આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિક ડૉ. પ્રમોદકુમાર વર્માએ ચલો ગાંવ કી ઓર,કેન્દ્રીય અને રાજ્ય સરકારની કૃષિ યોજનાંનાં લાભો, નવી કૃષિ ટેક્નોલોજી અને કૃષિ ગ્રામીણ વિકાસ તથા મિલેટ વર્ષ-2023ની ફલશ્રુતિ વિષય ઉપરમનનીય પ્રવચન કરી ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કૃષિ ટેક્નોલોજી દ્વારા કેવી રીતે કરી શકાય તેની માહિતી આપી હતી. જયારે
રાજ્યનાં શ્રેષ્ઠ ગૌ પશુપાલન એવોર્ડ વિજેતા રાજેશભાઈ વસાવાએ ગૌ આધારિત ખેતી અને મૂલ્યવર્ધન અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદાનાં પ્રમુખ દીપક જગતાપે નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા સરકારની વિવિધ યોજનાઓ લાભ જેમને મળતો નથી તે માટે લાભો આપવી છેવાડાનાં માનવી સુધી લાભો મળી રહે તે માટે કારોબારી સભ્યોને સક્રિય કામગીરી કરવા અનુરોધ કરી આગામી દિવસોમાં તાલુકા કક્ષાની કારોબારીની રચના કરાશે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગેપૂર્વ વનમંત્રી અને
રાષ્ટ્રીય આદિજાતિ મોર્ચા કાર્યકારીણીનાં કારોબારી સદસ્ય મોતીભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નો દરેક કાર્યકર રાષ્ટ્ર માટે કામ કરે છે. નરેન્દ્ર મોદી વિકાસ મિશન, નર્મદા સહીત સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે કામ થઈ રહ્યું છે તે સરાહનીય હોવાનું જણાવી નરેન્દ્ર મોદી વિકાસ મિશન ના નર્મદાનાં પ્રમુખ દીપક જગતાપ અને તેમની ટીમને આ કાર્ય માટે શુભકામના પાઠવી અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાત પ્રદેશ આદિજાતિ મોર્ચા, ગુજરાતનાં ઉપપ્રમુખ
શંકરભાઈ વસાવાએ જણાવ્યું હતું વડા પ્રધાન નરેન્દ્રભાઈએ ગામડાનાં વિકાસ પર ખાસ ભાર મુક્યો છે ત્યારે આદિવાસી વિસ્તાર નર્મદા જિલ્લામાં પણ નરેન્દ્ર મોદી વિકાસ મિશનનર્મદાનાં માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓ હલ થાય અને સરકારની યોજનાઓથી મળતાં લાભો છેવાડાનાં માનવી સુધી પહોંચે તેવો અનુરોધ કરી નર્મદાની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સહીત પ્રદેશનાં હોદ્દેદારો અને મહેમાનો દ્વારા નરેન્દ્રમોદી વિકાસ મિશન નર્મદાનાં કારોબારી સદસ્યોને
નિમણુંકપત્રો એનાયત કરી શુભકામના પાઠવી હતી
તેમજ નરેન્દ્ર મોદી વિકાસ નર્મદા જિલ્લા દ્વારા તેમજ કે.વી. કે તથા રાજેશભાઈ વસાવા તરફથી સ્મૃતિભેટ અર્પણ કરીન. મો. વિકાસ મિશન નર્મદા દ્વારા મહાનુભવોનું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *