અમદાવાદ કમિશનરનો ચાર્જ સંભાળતા જી એસ મલિક

 

સંજીવ રાજપૂત
અમદાવાદ

અમદાવાદ કમિશનરનો ચાર્જ સાંભળતા જી એસ મલિક

સમય બાદ અમદાવાદ શહેરને જોરદાર કમિશનર મળ્યા છે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા અમદાવાદના પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળી લેવામાં આવ્યો છે.

અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે શહેરના પોલીસ કમિશનર તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા ચાર્જ સાંભળી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓ નવા પોલીસ કમિશ્નર તરીકે શાહીબાગ કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન આપવામાં આવ્યુ હતુ અને ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

શહેર કમિશનર જીએસ મલિક વિશે જાણીએ તો તેઓ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા છે. તેઓ 4, જાન્યુઆરી 1994 માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જોડાયા હતા. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નિવૃત થતા શહેરના ઇન્ચાર્જ કમિશનર તરીકે ક્રાઈમ બ્રાન્ચના JCP પ્રેમવીર સિંહને કાર્યભાર આપવામાં આવેલ હતો. IPS અધિકારી તરીકે જીએસ મલિક કરિયરની શરુઆતે તેઓ કચ્છ જિલ્લામાં ASP તરીકે ફરજ બજાવી હતી. જ્યારે ભરુચ SP રહેતા તેઓએ છોટુ વસાવા સામે ફરીયાદો નોંધી હતી.

જીએસ મલિક ત્રણ દશકનો અનુભવ ધરાવે છે. તેઓ CISF અગાઉ BSF માં IG તરીકે પોસ્ટીંગ ધરાવતા હતા. તેઓએ B.Tec અને L.L.B. સુધી અભ્યાસ કર્યો છે. BSF માં તેઓ ગુજરાતમાં જ ફરજ પર હતા. જીએસ મલિક એક ક્લીન અને મેચ્યોર છબી ધરાવતા અધિકારી છે. અગાઉ શહેર કમિશનર રહી ચૂકેલા એ કે સિંહ ની યાદ અહીં તાજા થતી જોવા મળી રહી છે લાંબા સમય બાદ એ કે સિંહ બાદ જીએસ મલિક જેવા તટસ્થ, નિષ્પક્ષ આઇપીએસ અધિકારીના હવાલે અમદાવાદ શહેર કમિશનરનો ચાર્જ સોંપાયો છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં તટસ્થ ન્યાય, ત્વરિત કાર્યવાહી સાથે ગુનાખોરીનું લેવલ નીચે જાય તેવી આશાઓ સેવાઇ રહી છે.

બાઈટ: જીએસ મલિક. કમિશનર અમદાવાદ

9 thoughts on “અમદાવાદ કમિશનરનો ચાર્જ સંભાળતા જી એસ મલિક

  1. Pingback: Ford Everest
  2. Pingback: car detailing
  3. Pingback: jaxx download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *