ગુજરાતી મહિલા પત્રકાર મેઘા ભટ્ટને દિલ્હી, જયપુર અને લખનૌમાં સન્માનિત

સમાચાર

લખનૌમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ‘એક શામ અટલ કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ‘અટલ સન્માન 2018’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના એકમાત્ર પત્રકાર મેધાને બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમદાવાદના મહિલા પત્રકાર મેધા પંડ્યા ભટ્ટ છેલ્લા 14 વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલા છે. છેલ્લા સાત વર્ષથી તેમણે પોતાને ફ્રિલાન્સ ફિલ્મ જર્નાલિસ્ટ તરીકે સ્થાપિત કર્યા છે. હાલમાં જ 21 થી 25 ડિસેમ્બર દરમિયાન તેમને જયપુર, દિલ્હી અને લખનૌ એમ જૂદી જૂદી ત્રણ જગ્યાએ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 21 ડિસેમ્બરે જયપુરમાં તમન્ના ઊડાન કી ફાઉન્ડેશન દ્વારા 101 મહિલાઓને ‘તમન્ના ઊડાન કી 2018’ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવી. જેમાં ગુજરાતમાંથી પત્રકારત્વમાં મેધા પંડ્યા ભટ્ટને સન્માનિત કરાયા હતા. 23 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં મંથન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ ક્ષેત્રના લોકોને સન્માનિત કરાયા. જેમાં મેધા પંડ્યા ભટ્ટની ‘મંથન મીડિયા એવોર્ડ 2018’માં પસંદગી કરવામાં આવી હતી. 25 ડિસેમ્બરે લખનૌમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી સ્વ. અટલ બિહારી બાજપેયીની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ‘એક શામ અટલ કે નામ’ કાર્યક્રમ અંતર્ગત ‘અટલ સન્માન 2018’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના એકમાત્ર પત્રકારને બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેધા પંડ્યા ભટ્ટ ગુજરાતના પહેલા જર્નાલિસ્ટ છે જે આ વર્ષે લખનૌમાં ત્રણ વખત અલગ અલગ એવોર્ડ જેવાકે ‘મૈં હૂ બેટી 2018’, ‘મેરી પહેચાન 2018’ અને ‘અટલ સન્માન 2018’ થી સન્માનિત થયા છે. દિલ્હીમાં પણ છેલ્લા 10 દિવસમાં તેમને આ બીજો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને વર્ષ દરમિયાન દિલ્હીમાં પણ ત્રણ એવોર્ડથી સન્માનિત થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે મેધા સાચી સફળતા પ્રાપ્ત કરી રહી છે, તેમ કહીયે તો ખોટું નથી.

Please send your news on 9909931560

TejGujarati
 • 64
 •  
 •  
 •  
 •  
 •  
  64
  Shares
 • 64
  Shares

Leave a Reply