ઉનાળાની ઊની-ઊની લૂ ને ક્લિનબોલ્ડ કરતી તાડફળી (ગલેલી)..- સંકલન. કિન્નરી ભટ્ટ.

ઉનાળાની ઉની-ઉની લૂ ના વાયરામાં શરીરની અંદરનું તાપમાન જાળવી રાખવા સહિત શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા ઉપરાંત અનેકવિધ ફાયદાકારક ગણાતી તાડફળી (ગલેલી).

ગરમીમાં તાડફળી(ગલેલી)નું સેવન ચામડીની બળતરા ઘટાડે છે.
હરસ, મસા અને ફિશરના રોગમાં અક્સિર ગણાતી તાડફળી(ગલેલી) પેશાબની બળતરા પણ દૂર કરે છે. વિટામિન એ, બાયોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિતના અનેકવિધ ગુણ ધરાવતી તાડફળી સનસ્ટ્રોકથી બચાવે છે. ધોમધખતા તાપના માહોલમાં તરસનો શોષ ઘટાડે છે. કાળઝાળ ગરમીમાં આંખોમાંથી પડતું પાણી અટકાવી દાહ મટાડે છે.(સંકલન:SARAS : આપણું ગામ)

અંગ દઝાડતી ગરમીમાં તાડફળી(ગલેલી)નું સેવન ચામડીની બળતરા ઘટાડી સ્નિગ્ધતા જાળવી રાખે છે. પગમાં સર્જાતી ઝણઝણાટીમાં રાહત બક્ષે છે. ખરતાવાળની સમસ્યા દૂર કરી વાળ લિસ્સા અને ચમકદાર બનાવવામાં તાડફળી(ગલેલી)નો ઉપયોગ અક્સિર ગણાય છે. તદુપરાંત શુક્રાણુનો વધારો કરે છે.

જંગલીફળ ગણાતી તાડફળી(ગલેલી) સંદર્ભે વર્ષોપૂર્વે શહેરીજનો પુરતું ધ્યાન આપતા ન હતા. પરંતુ નેચરોપેથી સહિત ઋતુજન્યફળ તરીકેના તાડફળી(ગલેલી)ના ગુણ સંદર્ભે તલસ્પર્શી અભ્યાસ કરાતા તાડફળી(ગલેલી)ના અનેક ફાયદા પ્રકાશમાં આવતા શહેરીજનોનો તાડફળી ખાવાનો ચસ્કો વર્ષોવર્ષ વધવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *