એક્સપાયરી ડેટ વાળો ગોળ વેચવો D માર્ટને પડ્યો મોંઘો

ગાંધીનગર ડી-માર્ટને રૂા. 1.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

 

 

ગાંધીનગરમાં આવેલ ડી માર્ટમાંથી એક જાગૃત ગ્રાહકે 64 રૂપિયામાં ગોળ ખરીદ્યો હતો. ગોળ ખરીદ્યા બાદ ગ્રાહકે અચાનક ગોળનાં પેકીંગ પર લાગેલ બે સ્ટીકરો પર ગ્રાહકની નજર પડી હતી. જેમાં એક સ્ટીકરમાં જાન્યુઆરી 2022 અને ડિસેમ્બર એમ બે અલગ અલગ તારીખોનાં સ્ટીકરો મારેલ ગોળ વેચવામાં આવ્યો હતો. ત્યારે ડીમાર્ટ દ્વારા ખોટા સ્ટીકર મારી એક્સપાયરીડેટવાળો ગોળ વેચીને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવા બદલ જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી. 

ગાંધીનગર ડી-માર્ટમાં એક ગ્રાહક ખરીદી કરવા માટે ગયો હતો. જ્યાં એક પછી એક ખાદ્ય ચીજ વસ્તુઓ તેઓ ખરીદી રહ્યા હતા. અને વસ્તુ ખરીદવાની સાથે સાથે તેની એક્સપાયરી ડેટ પણ વાંચતા હતા. ત્યારે ડી માર્ટમાં તેઓ ખાદ્ય ગોળ લઈ રહ્યા હતા. ત્યારે ગ્રાહકે ખાદ્ય ગોળની એક્સપાયરી ડેટ ચેક કરતા ગોળની એક્સયાપરી ડેટ જતી રહી હતી. એટલે કે ગોળ અખાદ્ય થઈ ગયો હતો.  

જે બાદ જાગૃત ગ્રાહક દ્વારા આ અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી.  જેમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે બંને પક્ષની લદીલો સાંભળી હતી.  ત્યારે આ બાબતે ડીમાર્ટે સ્વીકાર્યું કે કર્મચારીએ ભૂલથી ખોટુ સ્ટીકર લગાવી દીધું હોવાનું કહ્યું હતું. પરંતું ગ્રાહક સુરક્ષા કોર્ટે ડીમાર્ટની દલીલને ફગાવી દીધી હતી. અને ડી-માર્ટ અને ગોળ બનાવનાર કંપની રોસિડ ઈન્ડસ્ટ્રીઝને   રૂા. 1.10 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ આ દંડમાંથી અડધી રકમ ગ્રાહકને આપવાની તેમજ 50 ટકા રકમ ગ્રાહક કલ્યાણ ફોરમમાં જમા કરાવવાનો આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *