11થી 26 માર્ચ વચ્ચે યોજાશે એક્ઝામ, વાંચો સમગ્ર ટાઇમ-ટેબલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ – 2024ની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવ્યો છે.
મહત્વની વિગતો :-
તમામ વિષયોની પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે. કમ્પ્યુટર એજ્યુકેશન સૈદ્ધાંતિકની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART-A કે જેમાં બહુવિકલ્પ પ્રકારના (OMR પદ્ધતિથી) 50 પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ 50 તથા તેનો સમયગાળો 60 મિનિટનો રહેશે. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART-B રહેશે. જેમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે. દરેક પ્રશ્નપત્રમાં 3-00 થી 3-15નો સમય OMR પત્રની વિગતો ભરવા તથા પ્રશ્નપત્રનો PART-A તથા PART-Bના વાંચન માટે આપવામાં આવશે. જ્યારે 3-15 થી 4-15 OMRમાં PART-Aના જવાબો લખવા માટે આપવામાં આવશે.
પરીક્ષા નું જાહેર કરવા માં આવેલ પરિપત્ર નીચે મુજબ છે :
પરીક્ષાર્થીઓએ પોતાના જ માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર અને સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવવાનું રહેશે. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું પડશે.