નર્મદા
નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સામે પોલીસ ફરિયાદ
પેવર બ્લોકના 186,000 રૂપિયાની માંગણી કરતાં અને જાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ
2023 થી આ રૂપિયા બાકી હોવાની ફરિયાદ મનીષ વસાવા એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી
રાજપીપલા, તા11
નર્મદા જિલ્લાના ભાજપામાંથી સસ્પેન્ડ થયેલા અને હાલ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખનો હોદ્દો ધરાવતા નિરંજન વસાવા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
જેમાં પેવર બ્લોકના 1,86,000 રૂપિયાની માંગણી કરતાં 2023 થી આ રૂપિયા બાકી હોવાની ફરિયાદ ફરિયાદી મનીષ વસાવાએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં નોંધાવીછે. જેમાંજાનથી મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદની વિગત એવી છે કે
ફરીયાદી મનીષ વસાવાએ આ આરોપી નિરંજન નગીનભાઈ વસાવા રહે.કુંવરપરાને જુન-૨૦૧૩ થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધી અલગ-અલગ તારીખોમાં પેવર બ્લોક કુલ રૂ.૧,૮૬,૦૦૦/- ના આરોપીને તેના ગામના કામો કરવા સારૂ આરોપીના કહ્યા મુજબ આરોપીના ગામમાં નાંખી આપતા આરોપીએ પાંચ-છ માસમાં પેવર બ્લોકના તમામ નાણા આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપેલ. તેમ છતા આરોપીએ જણાવેલ સમય મર્યાદામાં ફરીયાદીને પેવરબ્લોકના નાણા ન આપતા ફરીયાદી તથા સાહેદો બાકી નિકળતા નાણા લેવા અવાર-નવાર
આરોપીના ઘરે જતા તેમજ ફોન ઉપર સંપર્ક કરતા નાણા આપવા બાબતે બહાનાઓ બતાવી ફરીયાદી અનેસાહેદો માટે-સપ્ટેમ્બર-૨૦૨૫ માં આરોપીના ઘરે બાકી નિકળતા નાણા લેવા જતા આરોપીએ ફરીયાદી. તથા સાહેદો સાથે માં-બહેન સમાણી ગાળો બોલી હવે પછી તમારા બાકી નિકળતા નાણા લેવા આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ગુનો કરતાંઆ બાબતેએ.આર ઠુમ્મર પો.સ.ઈ રાજપીપલાએ તપાસ આદરી છે.
રિપોર્ટ:દીપક જગતાપ, રાજપીપલા
..