12 ફૂટ મોટા અજગરને સીપીઆર આપ્યો જુઓ પછી શું થયું

ઠન્ડીને કારણે બેભાન થઈ ગયેલા 12 ફૂટ મોટા અજગર ને સીપીઆર આપી ભાનમાં લાવી જીવ બચાવ્યો

ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામે જીવ દયા પ્રેમીની ટીમે સુરક્ષિત રીતે અજગરને જંગલમાં છોડી મુક્યો

રાજપીપલા, તા11

ડેડીયાપાડા તાલુકાના બોગજ કોલીવાડા ગામેથી 12 ફૂટ લાંબો 18 કિલો વજનનો મહાકાય અજગર ઠન્ડી ને કારણે બેભાન થઈ ગયો હતો. અને બેભાન હાલતમાં પડી રહ્યો હતો.


જીવ દયા પ્રેમીઓને જાણ થતા ભાવિન વસાવાએ અને તેની ટીમ ચેતન, મયુર, રોહન અને ફોરેસ્ટની ટીમે તેને સીપીઆર આપી અડધા કલાક ની ભારે જહેમત બાદ તેના શ્વાસ ચાલુ કરી તેને ભાનમાં લાવી અજગરનો જીવ બચાવીઅજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકાયો હતો.

તસવીર:દીપક જગતાપ, રાજપીપળા