ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાના ઊપાસક, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવએ ૮૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

ગુજરાતી લોકસાહિત્ય અને લોકકલાના ઊપાસક, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત જોરાવરસિંહ જાદવ (વાઇસ ચેરમેન-સંગીત નાટક એકેડેમી, ન્યુ દિલ્હી) હવે આપણી વચ્ચે નથી રહ્યાં.
તેમણે ૮૫ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય અને લોકકલા જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમણે પોતાનું આખું જીવન લોકસાહિત્ય, લોકકલા અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું.
ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે, તેવી પ્રભુ પ્રાર્થના. ઓમ શાંતિ. 🙏🏻