જામનગર
સંજીવ રાજપૂત
ગરબામાં પીએમ મોદી અને ગોરીલાએ જમાવ્યું આકર્ષણ
જામનગરના પંચેશ્વર ખાતે ચામુંડા ગરબી મંડળ દ્વારા યોજાયેલ ગરબામાં પીએમ મોદીનો સળગતી ઈંઢોંણી રાસ અને ગોરીલા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જામનગર પંચેશ્વર ટાવર પાસે વેશભૂષામાં ગોરીલા અને ઓપરેશન સિંદૂર સાથે પીએમ મોદીની વેશભૂષા સાથે સળગતી ઈંઢોંણી રાસએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
જામનગરના ગરબાની વાત આવે ત્યારે કોઈ પણ ગરબીએ કાંઈક અવનવી થીમ સાથે શૌર્ય અને ભક્તિનો સમન્વય જોવા મળતો હોય છે. ત્યારે જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ જય શ્રી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ છેલ્લા 35 વર્ષથી આ ગરબીનું સંચાલન કરી છે અને આ ગરબીમાં છેલ્લા 15 વર્ષથી સળગતી ઈંઢોણીનો રાસ અને નરેન્દ્ર મોદીનું માસ્ક પહેરીને માથા પર સળગતી ઈંઢોણી રાખીને આ રાસ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ગરબી મંડળ દ્વારા સળગતી ઈંઢોંણીના રાસ સાથે ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબાનું આયોજન કર્યું હતું જેમાં વિશાળકાય ગોરીલા અને પીએમ મોદીની વેશભૂષામાં મોદીને ગરબા રમતા અને ઝૂમતા જોઈ લોકોમાં અનેરું આકર્ષણ જોવા મળ્યું હતું. આ સિવાય અન્ય કેટલાય પાત્રોની વેશભૂષા અહીં નિકાળવામાં આવી હતી અને લોકો ગરબે ઝૂમયા હતા. ઓપરેશન સિંદૂરની થીમ ઉપર બાળકોથી લઇ સૌ કોઈ ગરબે રમ્યા હતા અને ઉપસ્થિત લોકો દ્વારા પીએમ મોદી સાક્ષાત સામે હોય તેમ હાથ મિલાવવા પડાપડી કરતા હતા.