અમદાવાદ
સંજીવ રાજપૂત
માં ના ગરબાની પ્રિ નવરાત્રી યોજાઈ.
અમદાવાદમાં રાધે ફાર્મ ખાતે “માઁ નો ગરબા”ની પ્રિ- નવરાત્રિના ભાગરૂપે ગરબાની રમઝટ જામી હતી.
અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર સ્થિત શ્રી રાધે ફાર્મ ખાતે 22 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી 10 દિવસીય “માઁ નો ગરબો 2025” નો ભવ્ય ઉત્સવ યોજાશે. આ વર્ષે કાર્યક્રમ વધુ વિશાળ સ્તરે યોજાઈ રહ્યો છે જ્યાં દરરોજ 7,000 થી વધુ ખેલૈયાઓ પરંપરાગત ગરબાના તાલે ઝૂમશે અને કુલ 75,000 થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે. જેને અનુલક્ષીને પ્રિ- નવરાત્રિનું આયોજન કરાયું હતું. જેમાં, મુખ્ય મહેમાન તરીકે મનોજ અગ્રવાલ, ડીજી, ક્રાઈમ અને રેલ, પાયલબેન કુકરાણી (ધારાસભ્ય), રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા “માઁ નો ગરબો” ના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને પૂજા દલાલ ધોળકિયાએ તેમનું અભિવાદન કર્યું હતું.
આ ગરબાની ખાસિયત એ છે કે અહીં ખાસ મંડળી ગરબાનું પણ આયોજન કરાયું છે. 10 દિવસ 10 કલાકારોની સાથે ટ્રેડિશનલ ગરબાની રમઝટ બાદ ખાસ મંડળી ગરબાનું આયોજન કરાયું છે.
આ વર્ષે ગરબા સ્થળે પ્રથમવાર ફલી માર્કેટનું પણ આયોજન થશે, જેનું નામ છે “શાંકડી શેરી”, જેમાં ઘરઆંગણે અને નાના ઉદ્યોગકારો દ્વારા ઈમિટેશન જ્વેલરી, હેન્ડક્રાફ્ટેડ ઍક્સેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને નાનાં-મોટાં ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. આ પ્લેટફોર્મ લોકલ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરશે અને મુલાકાતીઓને ખરીદીનો નવો અનુભવ કરાવશે.
અહીં ખાસ વાત એ છે કે “માઁ નો ગરબો”નું ડેકોરેશન ગામઠી સ્ટાઇલમાં છે કે જેનાથી આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે. ડેકોરેશનમાં 51 શક્તિપીઠને ડેકોર કરાયું છે.