ભાવનગરના ભાજપના આગેવાન ભાવિકભાઈ મણિયાર દ્વારા સ્પષ્ટ નિવેદન અમને અને અમારા બાળકોને હથિયારનો પરવાનો આપો એક વિષય પૂરો થાય.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવનથ ડે સ્કૂલમાં હિન્દુ (સિંધી) સમાજના યુવાન નયન સંતાણીની ક્રૂર હત્યા થયેલ છે, જે અત્યંત શરમજનક તથા હ્રદય વિદારી ઘટના ઘટિત થઈ હતી.

આ અતિ દુષ્કૃત્ય કરનાર આરોપીઓ અને તેની સાથે જોડાયેલા સ્કૂલ પ્રબંધન વિરુદ્ધ પ્રશાસન તથા પોલીસ તંત્રે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરે તેવી માગણી સાથે સમસ્ત હિન્દુ સમાજ 22/08/2025, શુક્રવારે
બપોરે 3:00 કલાકે મોતીબાગ ટાઉનહોલ ખાતે ભેગી થઈ અને ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીની કચેરી સુધી જઈ 4 કલાકે આવેદનપત્ર આપીને, સ્વ.નયન સંતાણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
હતી.

તેવા સમયે ભાવનગરના ભાજપના એક આગેવાન “ભાવિકભાઈ મણિયાર” એ સ્પષ્ટ કહી દીધું અમને બધાને અને અમારા બાળકોને હથિયારનો પરવાનો આપો એક વિષય પૂરો થાય. આ વાત સાંભળી નાયબ કલેક્ટર સ્તબ્ધ થઈ ગયા હતા અને જવાબમાં સમજાવવાનો પ્રયત્ન કરી આક્રોશ શાંત પાડવા મથતા સ્પષ્ટ દેખાયા હતા.

આ કાર્યમાં સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો, તમામ ધાર્મિક સંસ્થાઓ, હિન્દુ યુવક મંડળો, હિન્દુ સંગઠનો તથા વેપારી એસોસિએશનના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આવેદન આપતા સમયે હિન્દુ એકતા પ્રદર્શિત કરી સૌ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવો.