પોખરણમાં ડ્રોન હુમલો, રાજસ્થાનમાં એલર્ટ
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
પોખરણમાં એક ડ્રોન હુમલો થયો છે, જેને ભારતીય સૈનિકોએ હવામાં જ તોડી પાડ્યો હતો.
રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાડમેરમાં આકાશમાં ડ્રોન જોવા મળ્યા છે. શહેરમાં સંપૂર્ણ અંધારપટ છવાઈ ગયો છે. જેસલમેર, ફિરોઝપુર, પઠાણકોટ અને હોશિયારપુરમાં અંધારપટ છવાઈ ગયો છે.
શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે.