પાકિસ્તાને ભારતના 15 શહેરો પર કર્યો હુમલો!
બુધવારની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અનેક શહેરોમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.