પાકિસ્તાને ચીની મિસાઇલ છોડી, પંજાબમાં મળ્યો કાટમાળ
ભારતીય સરહદમાં ચીનમાં બનેલી મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે. આ કાટમાળ પંજાબના હોશિયારપુરમાં મળી આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ કાટમાળ ચીનને બનાવેલી મિસાઇલ PL-15E નો છે. પાકિસ્તાન વાયુસેનાએ આ મિસાઇલો ચીન પાસેથી ખરીદી છે. જોકે પાકિસ્તાન દાવો કરે છે કે તે આ મિસાઇલો જાતે બનાવે છે.