નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા
આઠ દિવસમાં સવા લાખ ભક્તોએ કરી પરિક્રમા
નર્મદા મૈયાની ૧૪ કિ.મિ.પરિક્રમા પુર્ણ કરી ધન્યતા અનુભવી માં નર્મદાના આશિર્વાદ મેળવ્યા
રાજપીપલા, તા 6
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા ગુજરાત ઉપરાંત હવે અન્ય રાજ્ય મહારાષ્ટ, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યાછે
છેલ્લા આઠ દિવસમાં સવા લાખ ભક્તોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યાં છે
ગુજરાતના નર્મદા જિલ્લામાં હાલ મિની કુંભ મેળા જેવા દ્રશ્યો રેવાના તીરે જોવા મળતા માં નર્મદાની પંચકોષીય ઉત્તરવાહિની પરિક્રમામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં નર્મદાના તટે ૧૪ કિ.મી.ની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પરિક્રમામાં શ્રધ્ધાળુંઓ માટે વિવિધ સગવડો અને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તે સગવડોનો પરિક્રમાં દરમિયાન શ્રદ્ધાળુઓ હર્ષભેર લાભ લઇ તંત્રનો આભાર વ્યકત કરી રહ્યાં છે. તદઉપરાંત પરિક્રમામા શ્રદ્ધાળુઓ ગુજરાત જ નહી જુદા-જુદા રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ઉત્સાહ-ઉમંગથી પગપાળા ચાલી શ્રદ્ધાપુર્વક પૂર્ણવિશ્વાસથી નર્મદે હરના નાદ સાથે પરિક્ર્મા કરી રહ્યા છે.આઠ દિવસમાં સવા લાખ ભક્તોએ પરિક્રમા કરી ચુક્યા છે
પરિક્રમાવાસીઓ કહે છે કે, આ વષૅનું આયોજન ખુબ સારું છે, જેમાં સુરક્ષા, સ્વછતા, આરોગ્ય, પાણી, બેસવાની વ્યવસ્થા, ઉનાળાની સખત ગરમીમાં મફતમાં લોકો છાશની સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સમાજસેવી લોકો દ્રારા ભોજન પણ પીરસવામાં આવી રહ્યું છે. એ બદલ સેવકો અને તંત્રનો આભાર વ્યકત કરી રહ્યાં છે. નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લાના લોકો પુરતી ન રેહતાં માહારાષ્ટ, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ જેવા રાજ્યમાથી લોકો સોસિયલ મિડીયા અને પ્રિન્ટ-ઇલેકટ્રોનિક માધ્યમોના પ્રસાર-પ્રચાર દ્વારા ઉત્તરવાહિની નર્મદાનદીની પરિક્રમા કરવા મોટી સંખ્યામા આવી રહ્યા છે. એક મહિનો ચાલનારી પરિક્રમાને હજુ માત્ર ૮ દિવસ પુરા થયાં છે. ત્યાં સુધી હજારો લોકો એ માં નર્મદા મૈયાની ૧૪ કિ.મિ.પરિક્રમા સીનિયર સિટિઝન, યુવા, મહિલાઓ, બાળકો, સંસ્થાઓ,હિંદુ ધર્મ સંપ્રદાય, કુંટુંબ પરિવાર, મિત્રમંડળ, સંતો અને મહતો મોટી સંખ્યામા આવી રહ્યા છે. નર્મદા જિલ્લાના લોકો પણ પરિક્ર્માવાસીઓને નાના-મોટી સેવા કરી યોગદાન આપી યાત્રીકોની સેવા કરી રહ્યાં છે.
પુનાથી હરીઓમ ગ્રુપના ડો.માધુરીએ જણાવ્યું હતું કે, અમે ૪૯ જેટલાં લોકો સાથે અહીં આવ્યાં છે હું અહિં પ્રથમ વખત આવી છું પણ લોકો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં આરોગ્યની વાત કરીએ તો સ્તનપાનનીસગવડ,પોલિસતંત્ર,લાઇટ્ની સુવિધા પણ ખુબ જ સારી છે .હું લોકોને કેહવા માગું છું કે સૌએ જીવનમાં એક વખત પરીક્ર્મા તો કરવી જ જોઇએ આવી સુંદર તકનો લાભ પણ લેવો જોઇએ.
રાજસ્થાન બુંદેલખંડથી પરિક્રમાં કરવા આવેલા વિજ્ય ઠાકુરે જણાવ્યું હતુ કે, હું માં નર્મદા મૈયાની પરિક્રમામાં પ્રથમ વખત કરવા આવ્યો છું. મોટી પરિક્રમા મેં કરી છે પણ આ પરીક્રમા કરવાનો વિચાર મને સોસીયલ મિડીયાના માધ્યમથી મળેલી માહિતીના આધારે આવ્યો હતો. ત્યારે આજે મેં આ પરિક્રમા પુરી કરી હતી. અમને નર્મદા મૈયાના આશિર્વાદ પ્રાપ્ત થયા છે. અને આ પરિક્ર્મામાં આવ્યા પછી અહીંની સુંદર વ્યવસ્થા જોઇ હું પ્રભાવિત થયો છું
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા