વકફ બિલ પાસ થતાં જ યોગી સરકારનો મોટો નિર્ણય
વકફ એમ્બેડ બિલ પાસ થતાંની સાથે જ યોગી સરકારે વકફ બોર્ડ દ્વારા ગેરકાયદે જાહેર કરેલી મિલકતો સામે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એવી વકફ મિલકતોને ઓળખવા માટે ઝુંબેશ ચલાવવા સૂચના આપી છે કે જેની રેવન્યુ રેકોર્ડમાં નોંધ નથી અને જે નિયમો વિરુદ્ધ વકફ તરીકે જાહેર કરવામાં આવી છે. આ મિલકતોની ઓળખ કરીને વધુ જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે.