કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવ્યા હતા. જેમાં કોંગ્રેસે જંગી જીત મેળવી હતી. હવે આજે કર્ણાટકના નવા મુખ્યમંત્રી નક્કી થયા છે. કર્ણાટકના નવા CM સિદ્ધારમૈયા બનશે. તેઓ આવતીકાલે શપથ લઈ શકે છે. CMની ખુરશી માટે સિદ્ધારમૈયા અને DK શિવકુમાર, બંને આ રેસમાં આગળ હતા. જો કે, અંતે સિદ્ધારમૈયા DK શિવકુમાર પર ભારે પડ્યા.
BREAKING: આખરે કર્ણાટકના નવા CMનું નામ થયું ફાઈનલ
