પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવા ને પોલીસ સાથે તું તું મૈ મૈ ના દ્રશ્યો સર્જાયા

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએજિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરવા રાજપીપલા પ્રવેશ કરતા ચૈતર વસાવાને પીલીસે અટકાવ્યા

પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવા ને પોલીસ સાથે તું તું મૈ મૈ ના દ્રશ્યો સર્જાયા

કોન્ફરન્સ રૂમમા આપના કાર્યકરો, સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમા ચર્ચા

ચૈતર વસાવાએ ઉમરવાના લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી ચાર ટ્રકો પોલીસને સોપી છતાં પોલીએ કેમ છોડી દીધી?એવો સવાલ કર્યો


જિલ્લા પોલીસ વડાએમીડિયા સમક્ષ પોલીસ સામેના ખોટા આક્ષેપોહોઈ નકાર્યા

કોઇ પણ સાચી રજુઆત હશે તો કાર્યવાહી થશે – પ્રશાંત સુમ્બે, પોલીસ અધિક્ષક, નર્મદા

કચરીએ પોલીસ ફોજ ખડકી દેવાઈ

રાજપીપલા, તા 3

ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે ગંભીર આક્ષેપો સાથે રાજપીપલા ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરવા રાજપીપલા પ્રવેશ કરતા ચૈતર વસાવાને પીલીસે અટકાવ્યા હતા.
વડિયા જકાત નાકા પાસે પોલીસે ચૈતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના વરવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અટકાવતા ધારાસભ્ય ચૈતર વસાવા ને પોલીસ સાથે તું તું મૈ મૈ ના દ્રશ્યો. સર્જાયા હતા.જોકે કચરીએ પોલીસની ફોજ ખડકી દેવાઈ હતી

ભારે રકઝક બાદ ચૈતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચતા ત્યાં પણ અટકાવતા સમર્થકો ના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તું તું મૈ મૈ ના દ્રશ્યો અને રકઝક થઈ હતી
જોકે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા.

ત્યારબાદ કોન્ફરન્સ રૂમમા આપના કાર્યકરો, સમર્થકો સાથે બંધ બારણે પોલીસ અધિક્ષક સાથે બેઠકમા ચર્ચાથઈ હતી જેમાં ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવમોગરા દર્શને આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યોહતો અને જણાવ્યું હતું કે
પોલીસમાં પણ બે કેટેગરી છે,
એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે જયારે
બીજા જે સરકારી પગાર લઈ ભાજપ ની ચમચાગીરી કરે છે.
તમારે પકડવા હોઈ તો બુટલેગરો ને પકડો.ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો.? અને ગરીબ માણસોને ખોટી રીતે કેમ હેરાન કરો છો?

ચૈતર વસાવાએ ઉમરવાના લોકોએ ગેરકાયદેસર માટી ખનન કરતી ચાર ટ્રકો પોલીસને સોપી છતાં પોલીએ કેમ છોડી દીધી?એવો સવાલ કર્યો હતો. ઉપરાંત નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે.રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છેતેની સામે પગલાં લેવા પણ રજુઆત કરી હતી.ચૈતર વસાવાએ આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનનની ચીમકી પણ આપી હતી

જોકે જિલ્લા પોલીસ વડાએમીડિયા સમક્ષ પોલીસ સામેના ખોટા આક્ષેપોહોઈ નકાર્યા હતા. અને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ગયા વર્ષે 20124 માં વર્ષના90% ફેટલ અકસ્માતો થયા હતા જેમાં ડેડીયાપાડા સાગબારામાં 50% ફેટલ અકસ્માતો નોંધાયો છે જેને ધ્યાનમાં રાખીનેનર્મદા પોલીસે
ટ્રાફિક ના નિયમોનુપાલન કરવા માટે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને અકસ્માતો ન થાય એમાટે હેલ્મેટ ન પહેરી હોય, સીટબેલ્ટ ના પહેરી હોય, ડ્રીંક કરીને ડ્રાઇવિંગ કરતા હોય આ બધાની સામે કાયદાકીય કલમ અનુસાર કામગીરી કરવામાં આવી છે.

ખોટી રીતે પોલીસ કોઈને હેરાન કરતી નથી. કોઇ પણ સાચી રજુઆત હશે તો કાર્યવાહી થશે એમ પ્રશાંત સુમ્બે, પોલીસ અધિક્ષક, નર્મદાએ જણાવ્યું હતું

તસવીર : દીપક જગતાપ,રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *