પોલીસ બંદોબસ્ત અને વિડીયોગ્રાફી સાથે ટ્રસ્ટીઓની હાજરીના ત્રણ દુકાનોના તાળા તોડ્યા
આખરી નોટિસ ફટકારીદિન-7માં ભાડુ ચૂકવવા આપેલ અલ્ટીમેટમ છતાં નાણાં ના ભર્યા!
લાંબા સમયથી ભાડુ નહીં ભરતા બે ભાડુઆતો સામે કાયદેસરની કાર્યવાહી
રાજપીપલા, તા 12
રાજપીપલા હરસિધ્ધિ માતા મંદીર પાસે આવેલ હિન્દુ દેવસ્થાન કમિટીની ત્રણ દુકાનો દુકાન નંબર 12,13,14 ભાડે આપેલી હતી. જેમાં 1)પ્રવિણ અવલંબ સત્યઅવલંબ બારોટને દુકાન નં. ૧૨ ભાડે આપેલ હતી જયારે બીજી બે દુકાનો દુકાન નંબર 13અને 14
નિશ્ચલઅવલંબ સત્યઅવલંબ બારોટને ભાડે આપેલીહતી.
હિન્દુ દેવસ્થાન કમિટીના મંત્રી સી.એમ.પટેલના જણાવ્યા અનુસાર પ્રવિણ અવલંબ સત્યઅવલંબ બારોટની દુકાન નંબર 12નું ભાડુ 29,605/-તથા નિશ્ચલઅવલંબ એસ બારોટની બે દુકાન નંબર 13અને 14નું બાકી ભાડુ 2,40,291/-નું ભાડુ બાકી નીકળતું હતું.જે ચૂકવવા માટે વારંવાર ફોનથી, રજીસ્ટર એડી ટપાલથી પણ નોટિસ મોકલી હતી. દર વર્ષે 31માર્ચે ડિમાન્ડ નોટિસ પણ આપવામાં આવી હતી . પણ ભાડુઆતો નોટિસને ઘોળીને પી ગયા હોય એમ બે નોટિસ નહીં લીધાના શેરા સાથે કવર પરત આવેલ હતી . ત્યાર બાદ
રાજપીપલા શહેર હિંદુદેવસ્થાન કમિટીના અધ્યક્ષે તા.13.4.23ના રોજ આખરી નોટિસ ફટકારી હતી. જે નોટિસમાં જણાવ્યું હતું કે
તમોને આખરી નોટીશ આપી જણાવવામાં આવેલ કે દિન -7માં ભાડુ નહીં ભરે તો દુકાનો કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાશે.ભાડુઆત તરફથી ભાડુ જમા ન કરાવતા તા.9.6.23ના રોજ સાંજે તાળું તોડી દુકાનનો કબજો લીધો હતો.
મંત્રી સી.એમ.પટેલના જણાવ્યા અનુસાર
ભાડુઆતને આર પી એ ડી થી જાણ કરવા તથા ટેલીફોન થી પણ જાણ કરવા છતાં બાકી ભાડુ જમા થયેલ નહોતું.સદર દુકાનો ધણા લાંબા સમય થી બંધ રહેવાથી બિન ઉપયોગી તેમજ જર્જરીત થઇ ગયેલ હતી.અને મંદિર ને આર્થિક નુકશાન થાય તેમ હતું.તેથી મંત્રી સીએમ પટેલ,પોલીસસ્ટાફ અને ટ્રસ્ટીઓ રઘુવીરસિંહ ગોહિલ, ભાસ્કર સોની, મયુર દવે,ગજેન્દ્દસિંહ જાડેજા, ભગવાનદાસ કાછીયા વગેરેની ઉપસ્થિતિ માં કાયદેસરનો પંચકયાસ કરી વિડિઓ ગ્રાફી, ફોટોગ્રાફી કરી તાળું તોડી સમાન બહાર કાઢી ત્રણે દુકાનોનો કબજો મેળવી ત્રણે દુકાનો તાબામાં લીધી હતી.
અને હવે ભાડાની બાકી પડતી રકમ પરત મેળવવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
તાળું તોડ્યા પછી અંદર પ્રવેશતા જણાયું હતું કે ત્રણ દુકાનની વચ્ચે આવેલ દીવાલ ટ્રસ્ટની પરવાનગી લીધા સિવાય તોડી પાડેલ જણાઈ હતી.અને વચ્ચેની દીવાલ તોડી પાડવાના કારણે દુકાનો જર્જરિત પડી જાય તેવી હાલત જોવા મળેલ છે.
ટ્રસ્ટી મયુર દવેએ જણાવ્યું હતું કે હિન્દુદેવસ્થાન કમિટી હસ્તકની જે પણ કોઈ મિલકતનું ભાડુ કે રકમ લાંબા સમયથી ભરતા ન હોય તેમની સામે પણ કડક કાર્યવાહી કરી દુકાનો કબજે લેવાની કાર્યવાહી ટૂંક સમયમાં હાથ ધરવાના હોવાનું પણ જણાવ્યું હતું.જેનાથી ભાડુ નહીં ભરતાભાડુઆતો માં ફફડાટ ફેલાયો છે.