હોળી પહેલા આ લોકોને મળશે સૌથી મોટી ખુશખબર!
હોળી પહેલા NDA સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપશે. આજે કેબિનેટ બેઠક યોજાશે. જેમાં DA (મોંઘવારી ભથ્થું) અને DR (મોંઘવારી રાહત) અંગે જાહેરાત થઈ શકે છે. જો આવું થશે તો 1.2 કરોડ લોકોને ફાયદો થશે. કેન્દ્રએ ગયા વર્ષે જુલાઈમાં DA 50%થી વધારીને 53% કર્યો હતો. આ વખતે તેમાં 2% વધારો થવાની શક્યતા છે.