*4.5 કિલોનો ચાંદીનો ગરબો લઈ સિદ્ધપુરથી અંબાજી આવ્યા અને માં આભાર માન્યો*
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમ અને મેળાનો અંતિમ દિવસ તયારે આજે યાત્રિકો પોતાની બાધા અને માનતા પુરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે ત્યારે આજે 4.5 કિલોગ્રામ ચાંદીના ગરબા સાથે પગપાળા સંઘના માઇભક્તો અંબાજી પહોંચ્યા હતા.
સિધ્ધપુર થી આ સંઘ પગપાળા કરી ને આજે અંબાજી મંદિર મા આવ્યો હતો. ગરબા લઈને માં નો જય ઘોષ સાથે માતાજીના દર્શન કર્યા હતાં. 41 વર્ષ થી અવિરત પણે ભાદરવી પૂનમ મા આ સંઘ આવે છે. ત્યારે આ વર્ષે માતાજી ની માનતા માંગી હતી જે પૂર્ણ થતા ગરબા લઈને સિદ્ધપુર થી અમારો સંઘ આવી માતાજી નો આશીર્વાદ મેળવ્યો હતો.
આ પણ વાંચો: *મેળાના છઠ્ઠા દિવસે ડ્રોન દ્વારા ચાચર ચોકમાં પુષ્પવર્ષા કરાઈ*
જે મુજબ આ વર્ષે માતાજીને માનતા રાખવામાં આવી હતી કે યાત્રાધામ અંબાજીમાં અમારા જે સંઘ છે જેમાં 450 માણસો છે તેમના રોકાવા માટે જમીન ન મળતી હતી અને અમે માતાજીને માનતા રાખી હતી ત્યારબાદ અમને અંબાજીમાં જમીન પણ મળી અને 3 માલ નો ભવ્ય ભવન નુ નિર્માણ પણ થયું ત્યારબાદ આ વર્ષે અમે આજે માતાજીનો ગરબો લઈને માનતા પૂર્ણ કરવા માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છીએ અને માં અંબાએ આશીર્વાદ આપ્યા છે.
One thought on “4.5 કિલોગ્રામ ચાંદીના ગરબા સાથે પગપાળા સંઘના માઇભક્તો અંબાજી પહોંચ્યા”