*ભાદરવી પૂનમના મહામેળામાં 5માં દિવસે અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો*
અંબાજી: અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો પદયાત્રા કરીને માં અંબા ના ધામ અંબાજી પહોંચી રહ્યા છે. તા. ૧૨ સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તા. ૧૮ સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે. ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્વિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઇભક્તો દુર દુરથી માં ની ભક્તિ સાથે ચાલતા આવે છે. આ વરસે પણ લાખો શ્રધ્ધાળુઓ દુર દુરથી અંબાજી આવી રહ્યા છે. બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અંબાજી ભાદરવા મહામેળાની હવે શાનદાર જમાવટ થઇ રહી છે. રસ્તાઓ ઉપર યાત્રીકોની સંખ્યામાં સારો વધારો જોવા મળે છે.
આ પણ વાંચો: *ગુજરાત પ્રવાસે પધારેલા પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું*
બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં આવતા પદયાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે. અંબાજી તરફના તમામ રસ્તાઓ ઉપર અને અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી એસ. ટી. બસોની સુવિધાઓ જોઇને યાત્રિકો આનંદ વ્યક્ત કરી રહ્યાં છે.
અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી. પીવાના પાણીની, નાહવાની, રહેવાની, દર્શનની ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવા જ એક બીજા દર્શનાર્થી નરેશભાઇએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ, બસની સુવિધા, શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.
Hi tto all, tthe contenrs presxent att this websige are genuinely awesome for people experience, well, keep upp the nice work fellows.