ભારે વરસાદની સ્થિતિના પગલે આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુલાકાતે

ભારે વરસાદની સ્થિતિના પગલે આજરોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુલાકાતે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખંભાળિયા ખાતે કણઝાર ચેક પોસ્ટ ખાતે અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી પદાધિકારી -અધિકારીઓ તેમજ અસરગ્રસ્તો સાથે સંવાદ સાધી તેમના ખબર અંતર પૂછ્યા હતાં તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવતી રાહત બચાવની કામગીરી અંગે માહિતી મેળવી હતી.