48 કલાકની અંદર ઝડપાયું 5,00,00,000 રૂપિયાનું ચરસ
ગુજરાતમાંથી ચરસ મળવાનું બંધ થઈ રહ્યું નથી. આ મામલે સુરતનું નામ ફરી સામે આવ્યું છે. સુરતના હજીરા એસ્સાર કંપનીના પાછળના ભાગે રિકલાઇમેંટ એરીયા નજીક દરિયા કિનારેથી ચરસના બિનવારસી સાત જેટલા પેકેટ મળ્યા છે. જેમાંથી એક પેકેટ પર અરબી ભાષા લખેલ છે. જેમાં 10 કિલો ચરસ છે, તેની કિંમત 5 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
આ પણ વાંચો: *કોલકાતા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં*