*કુમકુમ મંદિર લંડન ખાતે 15ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.*
*દરેક ભારતીઓએ દરેક દેશમાં ભારતનો સ્વતંત્ર દિન ઉજવવો જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ લંડન યુકે ખાતે 15 ઓગસ્ટ ભારતનો સ્વતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી .
આ પ્રસંગે કુમકુમ મંદિર મણીનગરથી પધારેલા સંતોએ ભારત દેશ માટે બલિદાન આપનાર ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, લાલા લજપતરાય આદિના જીવનના પ્રસંગો કથામાં વર્ણવ્યા હતા. ત્યારબાદ સર્વે સંતો અને લંડનના હરિભક્તોએ ભારતનું રાષ્ટ્રગીત ગાઈ અને સલામી આપી હતી.
આ પણ વાંચો: *તેજી સાથે ખુલ્યું શેર બજાર*
*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે*, જેમ ભારતની અંદર ઘર ઘર તિરંગા લહેરાવવામાં આવ્યા છે એવી રીતે આપણા ભારતીયો વિશ્વના કોઈપણ દેશમાં રહેતા હોય તેમણે ત્યાં ભારતનો તિરંગો લહેરાવો જોઈએ અને જે ભારત દેશ માટે આઝાદ થઈ ગયા છે તેમને યાદ અવશ્ય કરવા જોઈએ અને દરેક ભારતીયે પોતાની પાસે જે તન મન અને ધન હોય તે ભારત દેશ માટે ન્યોછાવર કરવું જોઈએ.
0 thoughts on “*કુમકુમ મંદિર લંડન ખાતે 15ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.*”