સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા વિજયા પર્ફોમિંગ આર્ટસના ઉપક્રમે ‘અદ્ભુતા’ નૃત્ય પ્રસ્તુતિ.

સર્વ વિદ્યાલય દ્વારા વિજયા પર્ફોમિંગ આર્ટસનો નવો વિભાગ શરૂ થયો.
વિજયા પર્ફોમિંગ આર્ટસ દ્વારા પ્રસિદ્ધ કલરીપયટ્ટુ માર્શલ આર્ટ ફોર્મ શીખવવામાં આવશે.

ગાંધીનગર, તા. 6
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી –ગાંધીનગર સંલગ્ન વિજયા પર્ફોમિંગ આર્ટસ, ગાંધીનગર દવારા બાળકોથી લઈને પુખ્યવયનાને કલરીપયટુટુ માર્શલ આર્ટ શીખવવામાં આવશે. આ સંસ્થાના શુભારંભ પ્રસંગે આજે ‘અદભુતા’ નામે આ કલાનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું.
સેકટર-16માં આવેલ મહાત્મા ગાંધી વિદ્યામંદિર શાળા ખાતે વિજયા હોલ ખાતે સર્વવિદ્યાલય કેળવણી મંડળ, કડી- ગાંધીનગર અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ‘વિજયા પર્ફોમિંગ આર્ટસ વિભાગ’ શરૂ કરવામાં આવ્યો છે. સંસ્થાના ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા ગાંધીનગર તથા કડી મુકામે બાળકો અને યુવાનોમાં આપણી પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ સાથે જોડાયેલી કલરીપયટ્ટુ, ભરતનાટયમની, કુચીપુડી, લોકનૃત્ય, થિયેટર, વૉઈસ ઑવર જેવી કલાનો વિકાસ કરવામાં આવશે. આ કલાને શીખવવા ડી. પદ્મકુમારની નિમણૂક કરવામાં આવી છે.
વિભાગના વડા ડી. પદ્મકુમારે જણાવ્યું હતું કે, કલરીપયટ્ટુ પ્રાચીન ભારતીય માર્શલ આર્ટ ફોર્મનો એક અદ્ભુત પ્રકાર છે. આનો ઉદભવ કેરાલાથી થયો હતો. આ કલા શીખવાથી વિદ્યાર્થીઓને એકાગ્રતા, સંચાર, સમન્વય અને સમર્પણના પદાર્થ પાઠનો બોધ મળશે. વધુમાં કલરીપયટ્ટુ સ્વરૂપના ભારતીય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનો અવિરત પ્રયાસ કરશે. આજે આ “અદભુત” નામે પ્રદર્શન દ્વારા ગાંધીનગર નાગરિકોને આ કલા સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત નૃત્યકલાવિદ ડી. પદ્મકુમાર તેમના 11 સાથીઓના સહયોગથી ગાંધીનગરમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના સહયોગથી સુંદર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો.
પ્રાચીન ભારતીય નાટયકલામાં એક અદભુત શક્તિ છે. એના માધ્યમથી નવી પેઢીને ભારતીય નાટયકલાને દેશ-વિદેશમાં ગુંજતી રાખવાનું કાર્ય ડી. પદ્મકુમાર અને એમની ટીમ ગાંધીનગરના આંગણે કરશે.
આ કલામાં રસધરાવતાં નગરજનોએ સેકટર-16માં સ્થિત ‘મહાત્મા ગાંધી વિદ્યાલય’માં શરૂ કરવા માં આવેલ ‘વિજયા પર્ફોમિંગ આર્ટ’માં ડી. પદ્મકુમારનો સંપર્ક કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *