નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

નર્મદાના ગરુડેશ્વર તાલુકાના માંડણ ગામે નરભક્ષી દીપડાનો હુમલો

એક મહિલાનું કરુણ મોત, બે ગંભીર, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ

સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ ફાડી ખાતા મહિલાનું કરુણ મોત

 

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હુમલાના ઘટના સ્થળની મુલાકાત લીધી

વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પિંજરા મુકાયા.

રાજપીપલા :તા. 6

નર્મદાજિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માંડણગામે સીનકુવા પાસે નરભક્ષી દીપડાએ ગામમા ઘુસી ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો જેમાં
એક મહિલાનું કરુણ મોત નીપજ્યા હતા. જયારે બે ને ગંભીર ઈજા થવા પામી છે.ઇજાગ્રસ્ત સારવાર હેઠળ નજીકના હોસ્પિટલ
માં ખસેડાયા હતા.

ગામની મહિલા સુર્મિલાબેન અમરસિંહ ભાઈ ને દીપડાએ ફાડી ખાતા આ મહિલાનું કરુણ મોત નીપજતા ગ્રામજનોમાં ઘેરાશોકની લાગણી જન્મી હતી. જોકે દીપડાના જીવલેણ હુમલાથી
ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

જોકે આ બાબતની જાણ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા પોતે હુમલાના ઘટના સ્થળળે પહોંચી જઈ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને પરિવાર જનોને મળી
સાંત્વના આપી વનવિભાગ તરફથી સહાય આપવાની ખાત્રી આપીહતી.

તેમજ ગોરા રેંજના વન અધિકારીઓને દીપડો પકડવા સૂચના અપાઈ હતી.વન વિભાગે દીપડાને પકડવા મારણ સાથે પિંજરા મુક્યાં છે.
સત્વરે દીપડો પકડાય એવી ગ્રામજનો માંગ કરી હતી.

માંડણ સીનકુવા ગામબાજુમાં જ આવેલું હોવાથી
દેવહાથરા જતા દર્શનાર્થીઓએ સાવચેતી રાખવાં સૂચન કરાયું હતું તેમજ બાળકો,મહિલાઓને એકલદોકલ જંગલ વિસ્તારમાં ન ફરવાની સૂચના અપાઈ હતી

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા