નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ની અધ્યક્ષતામાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા DCP ઝોન વન શ્રી હિમાંશુભાઈ વર્મા સાહેબ, ACP ડિવિઝન શ્રી જે.ડી.બ્રહ્મભટ્ટ સાહેબ, PI શ્રી એન.બી.બારોટ સાહેબ, પ્રદેશ મહિલા મોરચા ઉપાધ્યક્ષ અર્ચનાબેન ઠાકર, કોર્પોરેટર રાજેશ્વરીબેનની ગરીમામય ઉપસ્થિતિમાં કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ (૨૫ જુલાઈ) સોલા પોલીસ સ્ટેશન દ્વારા ‘જન સંવાદ’ તથા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ સાથે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા અમર જવાનોની કુરબાની યાદ કરી, શ્રદ્ધાંજલિ આપી. કાર્યક્રમમાં ગોતા મહિલા મોરચો પ્રમુખ પૂનમબેન તથા મોરચાની બહેનો તથા ગોતા વિસ્તારના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા.પોલીસ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરી નાગરિકોના ચોરાયેલા મોબાઈલ, સોનાની વસ્તુઓને પોલીસે તેના માલિકને સુપ્રત કરી. પોલીસની શ્રેષ્ઠ અને ત્વરિત કામગીરી બદલ સૌ નાગરિકોએ સંતોષ વ્યક્ત કરી આભાર માન્યો.
sprunki