જેમ જેમ કેન્સર વધતુ જાય તેમ તેમ તેની આસપાસના અંગો, નસો અને રક્ત વાહિનીઓ પર દબાવ આવે છે
કેન્સરમાં તાવ સાથે સાથે ઉલ્ટી અથવા શ્વાસ લેવામાં ત઼કલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે.
કેન્સર એક જીવલેણ બીમારી છે. જેમા દુનિયાભરમાંથી લાખો લોકોના મોત થાય છે. અને આ કેન્સરનો રોગ એટલો ભયાનક છે કે તેનાથી દરેક લોકો ડરે છે. જો કે ડોક્ટરના કહેવા પ્રમાણે કેન્સરની બીમારીમાં આપણા શરીરમાં કેટલાય લક્ષણો જોવા મળે છે પરંતુ આપણે તેને નજર અંદાર કરીએ છીએ.
આ બાબતે નિષ્ણાતોના કહેવા મુજબ આપણા શરીરમાં આવતા નાના- મોટા ફેરફાર થતા હોય તેને નજર અંદાજ કરવો જોઈએ નહી. તેના પર ધ્યાન આપી તાત્કાલિક રીતે ઈલાજ કરાવવો જોઈએ. શરીરમાં જેમ જેમ કેન્સર વધતુ જાય તેમ તેમ તેની આસપાસના અંગો, નસો અને રક્ત વાહિનીઓ પર દબાવ આવે છે. જેના કારણે પરસેવા સાથે તાવ આવે છે અને સાથે સાથે ઉલ્ટી અથવા શ્વાસ લેવામાં ત઼કલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે.
જેમા આ પ્રમાણેના લક્ષણો જોવા મળે છે
શ્વાસ લેવામાં તકલીફ પડવી
કેન્સરના દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, જે તેના મુખ્ય લક્ષણોમાંનુ એક માનવામાં આવે છે.
ક્રોનિક તાવ રહેવો
ડોક્ટરના કહેવા પ્રમાણે કેન્સરના દર્દીઓને સતત તાવ આવતો હોય છે.તેમા પણ ઘણીવાર તો પરસેવા સાથે તાવ આવતો હોય છે.
સતત વજન ઉતરવુ
કેન્સરમાં માણસનું ઉતરી જાય છે. એટલે કે માત્ર હાંડકા જ દેખાતા હોય છે.
થાક લાગવો
આમ તો થાક લાગવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ સતત થાક લાગે તો ડોક્ટર પાસે ચેકઅપ કરાવવુ જોઈએ.
લોહી વહેવુ
જેમા ખાંસી આવતાની સાથે લોહી વહેવા લાગે છે. તેમજ મળત્યાગ કરતી વખતે પણ લોહી પડે છે, તેમજ સ્ત્રીઓના ગુપ્ત ભાગમાંથી સતત લોહી વહેતુ રહે છે. આ ઉપરાંત સ્ત્રીઓને નિપલમાથી લોહી વહેવા લાગે છે.
Suresh vadher
9712193266