તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની ઇનોવા કાર સાથે બાઈકની ટક્કર વાગ્યા બાદ થયેલી મારામારીની ઘટનાએ હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે, જેમાં ધારાસભ્યના પુત્ર ગૌરવે પોલીસ કોન્સ્ટેબલ સહિત અજાણ્યા વ્યકિત વિરુદ્ધ અપશબ્દો કહેવા અને માર માર્યાની ફરિયાદ નોંધાવી છે તો સામા પક્ષે પોલીસ કોન્સ્ટેબલે વાહનની ટક્કર બાદ થયેલ બબાલની દાઝ રાખીને ધારાસભ્યના પુત્રએ માણસો મોકલી હુમલો કરાવ્યાની ફરિયાદ પાંચ ઈસમો વિરુદ્ધ નોંધાવી છે.
ભાવનગરમાં રહેતા શૈલેષ જીવરામભાઈ ધાંધલીયાની ફરિયાદ મુજબ, ગત તા 3 ના રોજ તેઓ અને તેના સાઠુભાઈ હરેશભાઈ પનોત સાથે બાઈક લઈ જતા હતા. ત્યારે ઇનોવા કારના ચાલક ગૌરાંગ ચૌહાણ સાથે થયેલ માથાફૂટની દાઝ રાખી તળાજા ખાતે ધારાસભ્યના કાર્યાલય સમાધાન કરવા આવ્યા હતા. ત્યાં ધારાસભ્ય મળ્યા ના હતા બાદ નાસ્તો કરી ઘરે જતા હતા ગઇકાલ રાત્રે બે બાઈક પર મોકલેલા સંજય, ઋત્વિક, એક જાડિયો માણસ સહિત પાંચ માણસોએ આરતી સિરામિક પાસે ફરિયાદીને બાઈક પર થી પછાડી દઈને લાકડી, ધોકા, પટ્ટા જેવા પ્રાણઘાતક હથિયારો ધારણ કરીને મારવા લાગ્યા હતા. જેને લઈ પોલીસ જવાન દોડીને સતનામ ધાબા સુધી જતા ત્યાં પણ માર માર્યો હતો અને ગૌરાંગભાઈ સાથે માથાકૂટ કરી છે એટલે તને મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે બનાવ બાદ કોન્સ્ટેબલે ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્રે હુમલો કર્યો અને પોતે તેને જોયો ઓળખે છે તેવો આરોપ સાથે દાવો કર્યો હતો. એટલું જ નહીં ધારાસભ્યના પુત્રના નામમા આવતા અક્ષરમાં પણ ર્ફ્ક જોવા મળ્યો હતો.
Suresh vadher
9712193266