*પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ*
અમદાવાદ: રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઇસમની પોરરબંદરથી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી.
ગુજરાત એન્ટી ટેરિરિસ્ટ સ્કોડના પીઆઇ પી.બી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે, જતીન જીતેન્દ્રભાઈ ચારણીયા, ઉં, વર્ષ: ૨૧, રહે. સુભાષનગર, પોરબંદર, જે પોરબંદર દરીયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે, તે છેલ્લા ચારેક મહીનાથી એડવીકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા તેના વહાણોની માહીતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સઅપ તથા ટેલિગ્રામ જેવી ચેટ એપ્લીકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે અને દેશ વિરોધી પ્રવૃતિ કરી રહ્યો છે.
આ બાબતે એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરતા તેઓના માર્ગદર્શન હેઠળ પીઆઇ મૃણાલ શાહ, પીએસઆઇ ડી. વી. રાઠોડ, તથા એચ. ડી. વાઢેરનાઓએ ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી આ ઈસમને પૂછપરછ માટે એ.ટી.એસ. ઓફીસ, અમદાવાદ ખાતે લાવવામાં આવેલ જેની પૂછપરછ દરમ્યાન તમામ ભાંડો ફૂટતા તેની વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરતા તેને સાત દિવસના રિમાન્ડ સાથે પોરબંદર કોર્ટમાં રજૂ કરાયો હતો.