નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ ધારાસભ્ય ચૈતર વસાવા ને અટકાવી રોકી દેવાતા જગ્યા પર ધરણા પર બેસી ગયા

ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડા માં વિકાસ કામો માં થયેલા ભ્રષ્ટાચાર બબાતે કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા મોવી પાસે પોલીસે અટકાવ્યા

નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ તેમને અટકાવી રોકી દેવાતા જગ્યા પર ધરણા પર બેસી ગયા

રસ્તા પર જ આપ ના સમર્થકો અને ચૈતર વસાવા બેસીગયા હતા અને પોલીસ તંત્ર અને સરકાર સામે નારા લગાવ્યા


નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે એવો પણ ચૈતર વસાવાએ આક્ષેપકર્યો

રાજપીપલા તા 20

ડેડીયાપાડા ના ધારાસભ્ય અને ભરૂચ ના ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા ડેડીયાપાડા માં વિકાસ કામો માં થયેલા ભ્રષ્ટાચાર બબાતે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના હતા. પરંતુ નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ તેમને અટકાવી રોકી દેવામાં આવ્યા હતા.પોલીસે કહ્યું હતું કે 5 ગાડી જવા દઈએ છે પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહયું કે અમે તો બધા જવાના છેએવી જીદ પકડી હતી અઅને જણાવ્યું કે 5 ગાડી જ કેમ બધી ગાડી જવા દો અને તમારી ઉપરી અધિકારી જોડે વાત કરો.
જોકે નર્મદા પોલીસે રોકી દેતા ત્યાં રસ્તા પર જ આપ ના સમર્થકો અને ચૈતર વસાવા બેસીગયા હતા અને પોલીસ તંત્ર અને સરકાર સામે નારા લગાવ્યા હતા.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા.નર્મદા પોલીસે ચૈતર વસાવા અને એમના સમર્થકોને રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે રોકતાં મામલો ગરમાયોહતો.નર્મદા જિલ્લાના અઘિકારીઓ પદાધિકારીઓના ઇશારે આદીવાસીઓની ગ્રાન્ટ લાગતા વળગતા એજન્સીઓને ફાળવી દે છેએવો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો.નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે એવો પણ ચૈતર વસાવાએ આક્ષેપકર્યો હતો.જો નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહિ કરવામાં આવે તો જન આંદોલન થશેએવી ચીમકી ચૈતર વસાવાએ આપતાં ફરી એકવાર ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું હતું.

જે આવેદન પત્ર આપવા જવાના હતા તે આવેદનમાં
અધિકારીઓ તથા એજન્સીઓ દ્રારા યોજનાઓનું બારોબાર આયોજન કરી, મંજુર કરી,
બીલો ચૂકવણા કરી, કરેલ ગેરરીતી ની વિજીલન્સ તપાસ કરાવવાની માંગ કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાનો સમાવેશ એસ્પિરેશનલ
ડિસ્ટ્રિક્ટ તરીકે હોય, આ જિલ્લાના પ્રજાના સર્વાંગી વિકાસ, સામાજિક, આર્થિક ઉત્થાન મૂળભૂત જરૂરિયાતો,
ગરીબી, શિક્ષણ અને આરોગ્ય સઘળા પાસાઓને આવરી લઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્ય
યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. પરંતુ કેટલાક અધિકારીઓ ચોક્કસ એજન્સીઓ તથા લાગતા
વળગતા ને ફાયદો કરાવવા માટે યોજનાની ગ્રાન્ટનો હેતુફેર કરી, સરકાર ના ગાઇડલાઇન- ધારાધોરણનું ઉલ્લંધન કરી, ખરીદીની નિયત પદ્દતિ, ઈ-ટેન્ડરીંગ બાબતમાં ગેરરીતી કરી, ગ્રામસભાઓને જાણ કર્યાવગર, નિયમોને નેવે મૂકીને બિન ઉપયોગી કામો મંજુર કરીને ગેરરીતી કરી રહ્યા છે. જેમની વિગત નીચે
મુજબ છે. જેની તાત્કાલીક વિજીલન્સ તપાસ કરવામાં આવે.
૧) વિધાનસભાની ચુંટણી-૨૦૨૨ ના આચાર સંહિતા લાગુ થયાના દિવસે જ તા. ૦૩/૧૦/૨૦૨૨ ના
રોજ પ્રાયોજના વહીવટદાર તથા કાર્યપાલક ઈજનેર સિંચાઈ (જી.પં) દ્વારા કુવા, ચેકડેમ,ઉદવહન સિંચાઈ યોજના નો ૮.૫૨ કરોડના નકલી કચેરીને વર્કઓર્ડર આપી કોઇપણ જાતના પરિપત્રવગર ૮.૫૨ કરોડ આપી ચૂકવણા કરવામા આવેલ છે. તેની તપાસ કરાવવામાં આવે.
૨) વિકાસશીલ તાલુકા યોજના- દેડીયાપાડા- સાગબારા માં વર્ષ: ૨૦૨૨-૨૩ માં ૪ કરોડ અને
બચત રકમ ૨.૫ કરોડ ના ૧ લાખના હાઈમસ ના ૧૦ લાખ લેખે ચૂકવી દીધેલ છે, જે હાઈમસનાણાપંચ કે બીજી યોજનાઓમાં ફક્ત એક લાખમાં જ મુકવામાં આવે છે. ૯૦ લાખમાં બાયોગેસ
મંજુર કરી ૧.૫ લાખ લેખે ચુકવણું કરવામાં આવેલ છે. જે બીજી યોજનાઓમાં ૨૫ હજાર માંમુકવામાં આવે છે. આવીજ રીતે વર્ષ: ૨૦૨૩-૨૪ માં ૪ કરોડ, આયોજન પ્રભારી સચિવ ની
હાજરીમાં સ્થાનિક પદાધિકારીઓની મીટીંગ બોલાવી, ચર્ચા વિમર્શ કરી તૈયાર કરેલ આયોજન
ફેરવી અધિકારી અને એજન્સી દ્વારા બારોબાર બિનઉપયોગી આયોજન કરી, મંજુર કરી દિધેલ
છે. જે રદ કરી નવું આયોજન મંજુર કરવામાં આવે.
૩) નર્મદા વન વિભાગ દ્રારા વર્ષ: ૨૦૨૨-૨૩, ૨૦૨૩-૨૪ માં વન તલાવડીઓ માટે મનરેગા અને
સિંચાઈ માંથી ૧૮ કરોડ ના ચુકવણા કરેલ છે. જે કામો હજુ પણ થયેલ નથી જેની તપાસ
કરાવવાની . તથા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એક પણ નિવિદા કર્યા વગર પોતાના
લાગતા વળગતા ની એજન્સીઓ દ્રારા કરોડો ના બિલો ઉતારવામાં આવેલ છે. જેની તપાસ
કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
૪) દેડીયાપાડા તાલુકામાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડનાર એજન્સીએ કોઇપણગ્રામ પંચાયતમાં મટીરીયલ પૂરું પાડેલ ન હોય, મટીરીયલ નાં રોયલ્ટી બીલો વગર અધિકારીઓ દ્રારા
૨૨ કરોડના ચૂકવણા કરી એજન્સીને ફાયદો કરાવેલ છે, જે એજન્સી રદ કરી ગ્રામ પંચાયતો ને જ
કામગીરી સોંપવી.
૫) આદિ આદર્શ ગ્રામ યોજનામાં ૧૭/૦૩/૨૦૨૨ ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી ૬૮ કરોડની
જોગવાઈ સામે ગ્રામ પંચાયતો પર માત્ર ૧૮ કરોડ નું આયોજન માંગી મંજુર કરવામાં આવ્યું.
૫૦ કરોડ નું આયોજન અધિકારીઓ અને એજન્સીઓ એ બારોબાર કરી મંજુર કરી એજન્સીને
કામ સોપી દીધેલ છે. જે રદ કરી ગ્રામસભા ના ઠરાવ પર આયોજન કરાવી મંજુર કરવામાંઆવે.
ઉપરોક્ત તમામ યોજનાઓમાં ગેરરીતી કરેલ છે. તથા કરવાના પ્રયાસો થઇ રહેલ છે. જેથી
તાત્કાલિક વિજીલન્સ તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે તથા બારોબાર કરેલા આયોજનો રદ કરી, ફરી
આયોજન કરી મંજુર કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો યોગ્ય કાર્યવાહી, તપાસ કરવામાં ન આવે
તો, દિન-૭ પછી, આ વિસ્તારની જનતાને સાથે રાખી કલેકટર કચેરી ખાતે ધારણા પર બેસવાની ચીમકી આપી હતી

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *