માતૃભાષામાં જ વિદ્યાર્થીઓનું ખરાબ પરિણામ
આજે બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતી ભાષામાં જ નાપાસ થનારની સંખ્યા ઘણી મોટી છે. માતૃભાષામાં જ ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ સંખ્યા 56,614 જેટલી છે. ગુજરાતી હોવાનો ગર્વ કરતા ગુજરાતીઓ માટે આ ખરેખર ચિંતાનો વિષય છે. કેમ કે, જે ભાષા આપણી માતૃભાષા હોય અને તેમાં ખરાબ પરિણામ આવે તો આમાં શાળા- શિક્ષણ વિભાગ અને વાલીઓએ હજી ઘણું કામ કરવાની જરૂર છે.