નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરાઈ
હંગામી બનાવેલ પુલપર નર્મદાના પાણીફરી વળતાપુલ પર અવરજવર બંધ કરાઈ
ગઈકાલ રાતથી પરિક્રમા રોકવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયાં
પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમા વાસીઓ સાથે ઘર્ષણ થયું હતું પોલીસ,
તંત્ર સાથે પરિક્રમા વાસીઓ વચ્ચે તું તું મૈં મૈં ના વરવા દ્રશ્યો
રાજપીપલા, તા,30
નર્મદા પંચકોશી પરિક્રમાપૂર્ણ થવાને માંડ 6 દિવસબાકી રહ્યાં છે ત્યારે ગઈ રાતથી આ પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે.હાલ માં તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો હતો. તેની ઉપર થી પાણી આવી જતા હાલ બ્રિજ બંધ કરાયો છે.
નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ થતાં 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ગઈ કાલે સાંજે છોડવામાં આવ્યું હતું. જેને કારણે આ પુલ પર પુલ પર પાણી ફરી વળતા હાલ પુલ પાણીમાં ધોવાઈ ગયો છે.
મધ્યપ્રદેશમાં વીજળી માગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલ 24ના સાંજના આઠ વાગ્યાથી પાણી છોડવામાં આવ્યું હતું.આ પાણીનો જથ્થો ત્રીસ હજાર ક્યુસેકનો હતો . આ પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાવ બ્રિજ પરથી આવી પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઉભું થાય તેમ હતું તેથી પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા સ્થગિત કરાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયાં હતા.
દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પરિક્રમા માટે પહોંચ્યા હતા.પરિક્રમા બંધ છે તેનો મેસેજ મોડો મળતા પરિક્રમા વાસીઓ આવી જતા તંત્રએ તેમને અટકાવતા હોબાળો મચી જવા પામ્યો હતો. જેને કારણે રાત્રે
પોલીસ તેમજ પ્રશાસન સામે પરિક્રમા વાસીઓ સાથે ઘર્ષણ થયું હતું પોલીસ, તંત્ર સાથે પરિક્રમા વાસીઓ વચ્ચે તું તું મૈં મૈં ના વરવા દ્રશ્યો સર્જાયાં હતા.હજારો શ્રદ્ધાળુંઓના કારણે ચકકાજામની સ્થિતિ સર્જાઈ હતી. લોકો અન્ય રાજ્ય અને ગુજરાત માંથી આવી જતા તંત્ર દ્વારા રોકતા હોબાળો મચ્યો હતો.
આ પંચકોશી નર્મદા પરિક્રમા માત્ર 6 દિવસ બાકીછે ત્યારે અચાનક ચાલુ પરિક્રમા સ્થગિત કરાતા શ્રદ્ધાળુંઓમાં નારાજગી જોવા મળી છે.પરિક્રમાવાસીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે હાલ કોઈ પરિક્રમા કરવા નહિ જવાની અપીલ કરાઈ છે.
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા