આજે રવિવાર રજાના દીવસે 50 હજારથી વધુ શ્રદ્ધાળુંઑ નર્મદા પરિક્રમા કરવા ઉમટ્યા
વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુંઓની સંખ્યામાં વધારો
હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓ સંખ્યા વધારવા સાથે લાઈફ જેકેટ ફરજીયાત બનાવ્યા
અત્યાર સુધી રામભરોશે નાવડીઓ લાઈફ જેકેટ વગર નાવડીમાં ઘેટાંબકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરાતા હતા.
હવે સલામતીની ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે.
ખડે પગે NDRF ની ટીમ સુંદર કામગીરી
રાજપીપલા :14
નર્મદા જિલ્લામાં નર્મદા નદી કિનારે તા. ૮ મી એપ્રિલથી શરૂ થયેલી પંચકોશી ઉત્તરવાહીની પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભાવિકો પરિક્રમામાં ઉમટી રહ્યા છે.વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુંઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હરણી તળાવની દુર્ઘટના બાદ નાવડીઓની સંખ્યા વધારવા સાથે લાઈફ જેકેટ ફરજીયાત બનાવ્યા છે.
આજે રવિવાર તથા પરીક્ષાઓ પૂરી થઇ હોવાથી આજે શ્રદ્ધાળુંઑનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. આજે રવિવારે રજાના દીવસે 50 હજારથી વધુ શ્રદ્ધાળુંઑ ઉમટ્યા હતા.
શહેરાવથી તિલકવાડા વચ્ચે
હંગામી પુલ હજી અધૂરો હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે સ્થળેથી
બોટમાં નદી પાર કરવાની ફરજ
પડી રહી છે.અંગ દઝાડતી ગરમીમાં બોટમાં બેસવા માટે પણ લાંબી કતાર લાગી રહી છે અને તેમાં અનેક શ્રધ્ધાળુઓને
બેભાન થવાની પણ સંભાવના રહેલી છે. શહેરાવ અને રેંગણ ઘાટ ખાતે બોટની રાહ જોવામાં શ્રધ્ધાળુઓબેભાન ન થઇ જાય તે માટે ચાલુ વર્ષે મોટા ડોમ બનાવવામાં આવ્યાં
છે. ડોમમાં બેસીને શ્રધ્ધાળુઓ બોટમાં બેસવામાં તેમનો વારો
આવવાની રાહ જોઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ઘાટ પર બેરીકેટ મૂકીને શ્રધ્ધાળુઓ કતારબધ્ધ રીતે બોટમાં
બેસે તેવું આયોજન કરાયું છે.
રાજ્યમાં હીટવેવની દર્શાવાયેલી શક્યતાઓને ધ્યાને રાખી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ સાથે રામપુરા રણછોડરાયજી મંદિર ખાતે તથા શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે ઓઆરઓસ સહિત પ્રાથમિક સારવારની દવાઓના પુરતા જથ્થા સાથે રાત-દિવસ આરોગ્ય કર્મીઓની ટીમ ગોઠવવામાં આવી છે.
પરિક્રમાવાસીઓના સંભવિત ધસારાને પહોંચી વળવા માટે તંત્રએ તૈયારીઓ કરી છે. જેમાં શહેરાવથી તિલવાડા અને વેંગણથી રામપુરા
આવવા માટે બંને ઘાટ પર 35-35 મળી કુલ 70 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ઘાટ ખાતેથી
સરળતાથી ટિકિટ મળી રહે તે માટે ટિકિટબારીની સંખ્યા વધારીને 8 કરીદેવામાં આવી છે.
અત્યાર સુધી રામભરોશે નાવડીઓ લાઈફ જેકેટ વગર દોડતી હતી.નાવડીમાં ઘેટાંબકરાની જેમ ખીચોખીચ મુસાફરો ભરાતા હતા.પણ હવે તેના પર પ્રતિબંધ મુકાયો છે.
ચારેય ઘાટ ખાતે હોડીમાં મુસાફરી કરતા ભાવિકો માટે લાઈફ જેકેટની પુરતી માત્રામાં વ્યવસ્થા કરવામાં આવી છે. નદીના પટમાં પદયાત્રિઓ સરળતાથી ચાલી શકે તે માટે કેડી પણ બનાવવામાં આવી છે.
તાપમાનનો પારો
40 ડિગ્રી સુધસી પહોંચી ગયો છે ત્યારે ડીહાઇડ્રેશન તથા હીટ
સ્ટ્રોકના બનાવો રોકવા માટે 250 થી વધારે કર્મચારીઓને વિવિધપોઇન્ટ પર તૈનાત કરાયાં છે.રામપુરાથી શરૂ થતી પરિક્રમાના 14 કિમીના રૂટ પર 7 સ્થળોએઆરોગ્ય વિભાગના કેમ્પ રાખવામાં આવ્યાં છે.
અહીં સલામતીની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે.ખડે પગે NDRF ની ટીમ પણ સુંદર કામગીરી કરી રહી છે.
જયભોલે ગ્રુપના કલમ વસાવા કે જેઓ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે એમના દ્વારા અને એમની ટીમ દ્વારા સેવાકીય ભાવના સાથે શ્રદ્ધાળુંઓ માટે ચા નાસ્તા ભોજનની વિનામુલ્યે સુંદર વ્યવસ્થા કરાઈ છે.લોકોનો દાનનો પ્રવાહ ત્યા વધતો જઈ રહ્યો છે.
સાથે બોટની વ્યવસ્થા સહિત સ્નાન કરવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. આ વખતે નર્મદા કિનારે પાઇપ લાઈન દ્વારા ફુવારા બનાવી શાવરબાથનો આંનદ શ્રદ્ધાળુંઓ લઈ રહ્યા છે.
ત્યારે એન.ડી.આર.એફ વડોદરાની બે ટીમોના ૫૦ જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર અને એ. એસ. આઈ. સહિતનાઓનો સમાવેશ થાય છે. જેઓ પરિક્રમાર્થીઓ સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રામપુરા, શહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ ખાતે 24X7 કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
1 to 1: બોટ સવારપરિક્રમા કરનાર પ્રવાસી સાથે
તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા