શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના : રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા માટે સંકલ્પને સબળ બનાવતો કાર્યક્રમ :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
આવા ઉપક્રમો રાષ્ટ્રીય જાગૃતિના પ્રતિક છે, જે નવી પેઢીને દેશસેવાના માર્ગે પ્રેરણા આપે છે. :- રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરણાદાયી માર્ગદર્શનમાં સહકાર સેવા સમિતિ દ્વારા કામરેજના પુણા ગામ સ્થિત કિરણ ચોકમાં આયોજીત “શક્તિ યજ્ઞ અને રાષ્ટ્ર રક્ષા પ્રાર્થના” દરમિયાન વસમગ્ર વાતાવરણ દેશભક્તિના ભાવોથી ગુંજી ઉઠ્યું હતું. રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન સાથે ઓપરેશન સિંદૂર જેવી પહેલોને સમર્થન આપવાના ધ્યેય સાથે આ આધ્યાત્મિક કાર્યક્રમ ભારતીય સૈનિકોની વીરગાથાને સન્માનિત કરવા અને રાષ્ટ્રવિરોધી તત્ત્વોના નાશ માટેની સમગ્ર સમાજની સંકલ્પશક્તિને પ્રબળ બનાવવાને સમર્પિત રહ્યો.
*યજ્ઞ અને પ્રાર્થના:* વૈદિક પરંપરાના “શક્તિ યજ્ઞ” દ્વારા રાષ્ટ્રરક્ષકો માટે દિવ્ય શક્તિની આરાધના કરવામાં આવી. યજ્ઞમાં ઉપસ્થિત રહેલા સૌ રાષ્ટ્રભક્તોએ એકસુરે દેશના રક્ષણ માટે પ્રાર્થના કરી, સાથે જ ભારત માતાને અખંડ રાખવા માટે નૈતિક જવાબદારી નિભાવવાનો સંકલ્પ પણ કર્યો. સમાજના દરેક વર્ગના લોકોએ સૈન્ય અને સુરક્ષા બળો સાથે એકતા બતાવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ વિરુદ્ધ મજબૂતીનો સંદેશ આપવામાં આવ્યો.
આ કાર્યક્રમની પ્રસ્તાવના કરતાં જણાવ્યું, “અમારા જવાનોની વીરતા દેશની સુરક્ષાનો આધાર છે. શિક્ષણ અને જનભાગીદારી દ્વારા પ્રદેશમાં રાષ્ટ્રભક્તિની ભાવના વધારવી જરૂરી છે, ત્યારેબઆવા ઉપક્રમો રાષ્ટ્રીય જાગૃતિના પ્રતિક છે, જે નવી પેઢીને દેશસેવાના માર્ગે પ્રેરણા આપે છે.”
ઓપરેશન સિંદૂર સાથે સંકળાયેલ આ રાષ્ટ્ર રક્ષાના પ્રાર્થના સંદર્ભમાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સમર્થ નેતૃત્વ અને સાહસી માર્ગદર્શન હેઠળ ભારતીય સેના સરહદ પર ખડેપગે રહીને પાકિસ્તાન અને આતંકવાદીઓને મુહતોડ જવાબ આપી રહી છે, અમે સૌ નાગરિકોનો પણ પૂરેપૂરો સહકાર છે