ઉનાળુ વેકેશનમા રાજપીપળાનો એક માત્ર સ્વિમિંગપુલ સ્થાનિકો માટે ખુલ્લો મુકાયો
સવાર અને સાંજ ની બેચમાં સ્થાનિકો તરવાનું શીખી રહ્યા છે
તરુણકુંડ માં શીખેલા બાળકો તરુણકુંડ ની સ્પર્ધામાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચુક્યા છે
રાજપીપલા, તા.13
રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગપુલ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, આ સ્વિમિંગ પુલ આમતો ૧૦ મહિના માત્ર સંસ્થાના વિદ્યાર્થીઓ માટે હોય છે પરંતુ એપ્રિલ અને મેં મહિના દરમિયાન આમ જનતા માટે પણ ખૂલો મુકાય છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાનિકો માટે ચાલુ કરવામાં આવ્યો હતો..
હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને વિદ્યાર્થીઓ નું વેકેશન પણ ચાલી રહ્યું છે ત્યારે રાજપીપળાનો એક માત્ર સ્વિમિંગ પૂલ ચાલુ કરવામાં આવ્યો છે. રાજપીપલા શહેરમાં એક માત્ર સ્વિમિંગ પૂલ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને શહેરના લોકો મોટી સંખ્યામાં આ સ્વિમિંગ પૂલમાં સ્નાન કરી મઝા માણવા અને સ્વિમિંગ શીખવા આવે છે. સંસ્થાના સ્વિમિંગ કોચ સ્વિમિંગ સ્ટાફ તમામ સભ્યોનું ધ્યાન રાખે છે અને સ્વિમિંગ કેવી રીતે કરવું એ શીખવાડવામાં આવે છે. અને શીખવાડવા સાથે પાણી ની શુધ્ધતા નું પણ ધ્યાન રાખવામાં આવે છે. જે રીતે સાયકલિંગ, રનિંગ તેમજ એરોબિક્ષ પ્રકારની કસરતો છે તેવીજ રીતે સ્વિમિંગ પણ એરોબિક્ષ પ્રકારની એક કસરત છે, જેનાથી હૃદય, ફેફસા તેમજ શારીરિક ક્ષમતામાં ઉત્તરોઉતર વધારો થતો હોય છે, રાજપીપળા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચાલુકરવામાં આવેલ સ્વિમિંગપુલમા હાલ સ્વિમિંગપુલ ની શરૂઆત થતાંજ બાળકો સહિત મોટેરા અને મહિલાઓ નો ધસારો વધ્યો છે અને સવાર અને સાંજ ની બેચ માં સ્થાનિકો તરણ કુંડ ની મઝા માણવા સાથે તરવાનું શીખી રહ્યા છે, આ છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળના તરુણકુંડ માં શીખેલા બાળકો તરુણકુંડ ની સ્પર્ધામાં જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, તેમજ રાષ્ટ્ર લેવલે પણ ભાગ લઈ ચુક્યા છે, જે નર્મદા જિલ્લા માટે એક ગર્વની વાત છે, સ્વિમિંગ એક પ્રકારની કસરત છે જે નાના બાળકો સ્વિમિંગ શીખતાં શીખતાં તેઓને કસરત પણ થતી હોય છે હેલ્થ માટે એ ખૂબ સારી છે, જેમ ફિટ રહેવા લોકો યોગ કરે છે તેમ સ્વિમિંગ પણ સૌ કોઈએ કરવું જોઈએ તેમ ડોકટરોનું પણ કહેવું છે
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા