*ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આંશિક રાહત આપતા જેમને પણ કમોસમી વરસાદના કારણે નુકસાની થઇ છે તેના સર્વે બાદ હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. માવઠાનો બેવડો માર સહી ચુકેલા ખેડૂતો માટે ખુબ જ રાહતના સમાચાર કહી શકાય. સરકાર દ્વારા 13 જિલ્લાના 48 તાલુકાઓમાં સર્વે પુર્ણ કરી દેવાયા બાદ હવે સહાયની જાહેરાત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર મહત્તમ બે હેક્ટર દીઠ જ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત નુકસાની પણ 33 ટકા કે તેના કરતા વધારે હોય તો જ સહાય મળવા પાત્ર થશે.*
ખેડૂતો માટે ખુબ જ રાહતના સમાચાર
