ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” વિષય ઉપર વક્તવ્ય રાખ્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યુ હતુ કે સમાજમાં સ્ત્રીઓને પુરા માન સન્માન સાથે સ્થાન મળે તે ખુબજ જરૂરી છે. આદર્શ તથા તંદુરસ્ત સમાજમાં સ્ત્રીઓને પૂરતા શિક્ષણની તક, સલામતી તથા કોઇપણ જાતના ભેદભાવ વગર નોકરી આપવાની સવલતો આપવી જોઈએ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે નારીને નારાયણી તરીકે પૂજીએ છીએ. સ્ત્રી એ ઘરની શોભા છે. કોઈપણ ઘર માં સ્ત્રી હોવી એટલે માનવતા,પ્રેમ, લાગણી તથા એક બીજા પ્રત્યે સન્માન હોવા બરાબર છે. આજના સમયમાં પણ આપણા સમાજમાં ક્યારેક સ્ત્રીઓને અન્યાય થાય છે. તેમના પ્રત્યેનો અભીગમ તથા માનસીકતા બદલવી પડશે. તેઓની સાથે હકારાત્મક તથા સકારાત્મક અભિગમ સાથેનો વ્યવહાર રાખી આદર્શ સમાજની રચના કરવી જોઈએ. આ કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રા.એચ.બી. ચૌધરીએ કર્યુ હતુ.