ફાગણ સુદ ત્રીજ – ચોથ નવાપુરા માટે આનંદનો રૂડો અવસર .
આજે આખા દેશભરને – દુનિયામાં આનંદના ગરબા ને લોકો માં બહુચરનું પ્રતીક માનીને રોજ કરે છે . ઘણા લોકો તો એવા એ છે જેમને આનંદનો ગરબો 118 લીટી નો આખો મોઢે આવડે છે . પણ આપને ખબર છે કે આ ક્યાં અને ક્યારે રચાયો હતો અને કોણે રચ્યો હતો ?
માં બહુચર એ નવાપુરા (રાજનગર) ની પાવનભૂમિ પર તેમના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ (જે 12 વર્ષની ઉંમરે અભણ હતા છતાં પણ) તેમ ની જીભ ઉપર માં સરસ્વતી સ્વરૂપે બિરાજમાન થઈને ફાગણ સુદ ત્રીજ ને બુધવાર ના રોજ માં બહુચરે સ્વયં શ્રી વલ્લભ ભટ્ટ ના મુખેથી આનંદનો ગરબો રચાયો હતો. અને આનો ઉલ્લેખ બીજે ક્યાંય નહીં પણ આનંદના ગરબાની ૧૧૬ અને ૧૧૭ મી લીટીમાં જ કરેલો છે .
” સંવત શતદશ સાત નેવું ફાલગુણ સુધે માં,
તિથી ત્રિતીયા વિક્ષાત ઇતી વાસર બુધે માં.-૧૧૬ ”
” રાજનગર નિજ ધામ પુર નવિન મધ્યે માં,
આઈ આદ્ય વિશ્રામ જાણે જગ બધે માં – ૧૧૭ ”
તેની તે નિમિત્તે આજે પણ નવાપુરાના જુના બહુચરાજી માતાનું મંદિરમાં ફાગણ સુદ ત્રીજ ૧૨-૦૩-૨૦૨૪ ને મંગળવાર ના દિવસે બપોરે ૧:૩૦ વાગે આનંદના ગરબાની 24 કલાકની અખંડ ધૂન નો પ્રારંભ થશે જે બીજા દિવસે એટલે કે ફાગણ સુદ ચોથ ૧૩-૦૩-૨૦૨૪ ને બુધવાર માતાજીના નૈવેદ સાથે પૂર્ણાહુતિ થશે .
દરેક ભાવિક ભક્તોને આમંત્રણ🙏🙏💐🙏🙏