રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રદેશના તમામ ૪૧ જીલ્લા/મહાનગરોમાં આજે એટલે કે ૪ માર્ચ ૨૦૨૪ના રોજ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદન દોડનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતેથી પણ મહિલા મોરચા દ્વારા શક્તિ વંદન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ સહિત સ્થાનિક અને જીલ્લા સંગઠનની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ શક્તિ વંદન દોડનો કાર્યક્રમ મહિલા સશક્તિકરણ સંદર્ભે મહિલા મોરચા દ્વારા યોજવામાં આવ્યો હતો મહિલા મોરચાના આ શક્તિ વંદન દોડના કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા બદલ કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ સહિત સ્થાનિક અને જીલ્લા સંગઠનની બહેનો તથા કે.ઓ શાહ કોલેજના પ્રિન્સિપાલ રવજીભાઈ રોકડનો મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વાસાણીએ આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ રવજીભાઈ રોકડ તથા ધોરાજીના મામલતદાર દ્વારા આપવામાં આવેલું મતદાર જાગૃતિ વિશેનું માર્ગદર્શન મેળવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સામે મતદાર જાગૃતિ વિષયના વિડીયો પણ પ્રોજેક્ટર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ભાઈઓ કરતા બહેનોમાં મતદાનની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હોવાથી તમામ વિદ્યાર્થીની બહેનોને પણ પોતાના કિંમતી મત અધિકારનો ઉપયોગ કરીને ચોક્કસપણે મતદાન કરવા યોગ્ય સમજણ આપવામાં આવી હતી તેની સાથે-સાથે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી પોતાના વોટર આઈડી કાર્ડ કઢાવેલા નથી તેવા વિદ્યાર્થીઓને વહેલી તકે પોતાના વોટર આઈડી કાર્ડ કઢાવી લેવા કોલેજના પ્રિન્સિપાલ રવજીભાઈ રોકડ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી