ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ‘પુસ્તક પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
‘પુસ્તક પરિચય’માં ગ્રીક સાહિત્યસર્જક હોમર કૃત પુસ્તક ‘ધ ઇલિયડ’ વિશે પ્રા.ભરત મહેતાએ અને આફ્રિકન સાહિત્યસર્જક વૉલે સોયંકા કૃત પુસ્તક ‘ધ રોડ’ વિશે પ્રા. ઋચા બ્રહ્મભટ્ટે પુસ્તકનો આસ્વાદલક્ષી પરિચય કરાવી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે સાહિત્યકારો અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.
—
ઋચા બ્રહ્મભટ્ટ :
નોબેલ પારિતોષિક વિજેતા નાઈજીરિયાના નાટ્યકાર પ્રોફેસર વૉલે સોયંકાની બહુ ચર્ચિત કૃતિ ‘ધ રોડ’ મનુષ્યજીવનની કોમિ -ટ્રેજેડી અને નાઈજીરીયાના પરિવર્તન અને સંઘર્ષની કથા છે. નાઈજીરિયાના સ્વાતંત્ર સમયે ૧૯૬૫માં લખાયે ‘ધ રોડ’ આફ્રિકામાં આધુનિકરણ અને પરંપરાગત સંસ્કૃતિ વચ્ચેના ટકરાવને ઉજાગર કરે છે.નાટકનુ મુખ્ય પાત્ર પ્રોફેસર પ્રગતિ અને પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે.જયારે ગામના લોકો પરંપરાગત રીતો જાળવવાનો પ્રયાસ કરે છે.સોયંકા નાટકના સંવાદમાં અંગ્રેજી અને યોરુબા ભાષાનો મિશ્ર ઉપયોગ કરે છે.જે આધુનિક-વિદેશી અને પરંપરાગત-સ્વદેશી પ્રભાવો વચ્ચેના ટકરાવને વધુ અસરકારક રીતે પ્રેક્ષક સુધી લઇ જાય છે.
—
ભરત મહેતા :
જેમ ભારતીય સંસ્કૃતિને સમજવા ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવાં મહાકાવ્યોનું પરિશીલન જરૂરી ગણાય.તેવી જ રીતે યુરોપમાં ‘ઇલિયડ’નું સ્થાન છે.પશ્ચિમના આદિકવિ હોમર અંધ હતા છતાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ એમ બે મહાકાવ્યો આપ્યાં. ‘ઇલિયડ’ યુદ્ધ કથા છે સાથોસાથ સંસ્કૃતિ કથા પણ છે. આ કાવ્યનો પ્રભાવ દુનિયા પર એટલો બધો પડ્યો છે કે આ મહાકાવ્યના પાત્રો વિશે વિશ્વભરમાં કાવ્યો લખાયા છે.’ઇલિયડ’નો અભ્યાસ સંસ્કૃતિના બાળપણના મોંઘા પુરાવાઓ મેળવવા માટે જરૂરી છે. આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વેની આ રચનાઓ આજે પણ રસપ્રદ છે.